For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સરકારની હાલત, "દૂધથી દાઝેલા છાશ ફૂંકીને પીએ છે!"

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભાજપ સરકારની હાલત હવે દૂધથી દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તેવી થઇ ગઇ છે. જે વાતનો તાજો દાખલો હાલમાં જ જોવા મળ્યો. સુરતમાં પાટીદાર સન્માન સમારંભમાં જે રીતે ખુરશીઓ ઉછળી તે બાદ રાજકોટના જસદણમાં વિજય રૂપાણીના કાર્યક્રમમાં આયોજકોએ ખુરશીઓ જ બાંધી દીધી હતી. જેથી કરીને કોઇ ખુરશીઓના ફેંકી દે.

પણ તેમ છતાં ભાવનગરમાં યોજવામાં આવેલી જીતુ વાધાણીના કાર્યક્રમમાં તે પાટીદારોના મોઢા ચૂપ નહતા કરાવી શક્યા જ્યાં પાટીદારોએ સુત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પણ સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

"મુઝ વીતી તુજ વીતશે!"

નોંધનીય છે કે આ પહેલા જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. ત્યારે તેમના મંત્રીઓ માટે કોઇ પણ લોક કાર્યક્રમ કરવો મુશ્કેલ બની ગયો હતો. જો કે ત્યારે હાર્દિક પટેલની અટક નહતી થઇ અને ત્યારે વિજય રૂપાલાથી લઇને ભાજપના તમામ મોટા નેતાઓના કાર્યક્રમમાં ખુદ

સુરતમાં ફિયાસ્કો

સુરતમાં ફિયાસ્કો

જો કે આનંદીબેન બાદ વિજય રૂપાણીના મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદારોના ગઢ સમા સુરતમાં અમિત શાહ હાજરીમાં ભાજપે ફરી એક વાર પાટીદારોને પોતાના પક્ષમાં હોવાનો દેખાવ કર્યો હતો. પણ રાજસ્વી કાર્યક્રમમાં જે રીતે અમિત શાહ અને સીએમની હાજરીમાં ખુરશી ઉછળી હતી. તે રીતે ભાજપ સામે પાટીદારોને વિરોધ આવનારા દિવસોમાં પણ સમવાનો નથી તેની ચેતવણી પાટીદારોએ સરકારને આપી દીધી હતી.

ભાજપની

ભાજપની "પાણી પહેલા પાળ"

અને માટે જ સીએમ રૂપાણીના જસદણ ખાતેના કાર્યક્રમમાં પાણી પહેલા પાળ સમાન ખુરશીઓને બાંધવાથી લઇને પાટીદાર નેતાઓની અટક સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. નોંધનીય છે કે મોરારીબાપુના હસ્તે અને સીએમની હાજરીમાં અહીં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલવા માટે આધારશિલા રાખવામાં આવી હતી.

ભાજપના નેતાઓ માટે મુશ્કેલી

ભાજપના નેતાઓ માટે મુશ્કેલી

નોંધનીય છે કે 2017ની ચૂંટણી માથે છે. સરકાર પ્રજા લક્ષી કામ કરી રહી છે તે બતાવવા માટે સરકારનું પ્રજા વચ્ચે જવું, જનસભાને સંબોધવું અને લોકો સાથે સંપર્ક બનાવવો જરૂરી બની ગયો છે. પણ પાટીદાર નેતાઓ સરકારના આ જ પ્રયાસને તમામ રીતે વિફળ કરવાની તાગમાં છે. જે જોતા આવનારા સમયમાં સરકાર આ વાતનું કેવી રીતે સમાધાન લાવે છે તે મહત્વનું બની જાય છે.

પાટીદાર VS ભાજપ

પાટીદાર VS ભાજપ

ત્યારે હાલ તો પાટીદાર VS ભાજપની લડાઇ દિવસેને દિવસે વધુ સધન થઇ રહી છે. ભાજપના નેતાઓ માટે એક શાંતિપૂર્ણ જનસભા કરવી પણ મુશ્કેલ થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં ભાજપ સરકાર આનો કોઇ તોડ નીકાળે છે કે કેમ? તે હવે જોવાનું જ રહ્યું.

English summary
Is it difficult for Bjp Government to do public meeting in gujarat, due to patidar andolan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X