પાસ કન્વીનર નીતિન ઘેલાણી સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
આજ રોજ સુરત ખાતે પાસ કન્વીનર નીતિન ઘેલાણી તેમજ પાસના આગેવાનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હતા. સુરતમાં પાસનો પાયો મજબૂત છે. અને પાસના મોટા ભાગના નેતાઓ આમ આદમી
આજ રોજ સુરત ખાતે પાસ કન્વીનર નીતિન ઘેલાણી તેમજ પાસના આગેવાનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હતા. સુરતમાં પાસનો પાયો મજબૂત છે. અને પાસના મોટા ભાગના નેતાઓ આમ આદમી પાર્ટીમા જાડાયા છે. આપ દ્વારા સુરતમાં પાટીદાર નેતાઓ પર દાવ રમ્યો છે. પાટીદારના મોટા માથા આપમાં જાડાયા છે અને તે ચૂટણી જંગમાં ઉતારી દેવાયા છે. આપને સુરત કોર્પોરેશનમાં મુખ્ય વિરોધ પક્ષ બનવાની તક મળી હતી.

ભાજપને 2017માં સુરત, અમદાવાદ અને વડોદારમાં જે સીટો મળી હતી તેના લીધે જીતવામાં સફળતા મળી હતી. જો આ શહેરી વિસ્તારોમાં બેઠકોને બાદ કરી દેવામા આવે તો ભાજપની જીત અશક્ય બની જાય છે. એટલે સૂરત પાસના નેતાઓ ભાજપમાં જોડાતા તેને થોડી રાહત થઇ છે.












Click it and Unblock the Notifications
