બાવળા-બગોદરા હાઇવે પર ચક્કાજામ, પદ્માવત ફિલ્મનો થયો વિરોધ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં પદ્માવત ફિલ્મને લઇને બાવળા-બગોદરામાં રાજપૂતો દ્રારા ચક્કાજામ કરીને અને ટાયર સળગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુજરાત સમેત તમામ રાજ્યોમાં પદ્માવત ફિલ્મ રિલિઝ થવા મામલે રાજપૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજપૂતોએ ટાયરો સળગાવી પદ્માવત ફીલ્મનો વિરોધ કર્યો, સમગ્ર હાઇવે બાનમાં લેતા ટ્રાફીક જામના બનાવ પણ થયા હતા. જે પછી બાવળા બગોદરા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબુ માં લીધી હતી. જોકે પોલીસ નો કાફલો આવવતા સ્થાનિક લોકો નાસી ગયા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું કે અમે આ બનાવ અંગે તપાસ ના આદેશ આપી દીધા છે અને હજુ સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે.

virodh 1

નોંધનીય છે કે આ બનાવમાં ટ્રાફીક જામ ના કારણે લોકો 2 કલાક સુધી પરેશાન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે પદ્માવત ફિલ્મના રિલિઝ મામલે કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવી પહેલા જ કહી ચૂક્યા છે કે આ ફિલ્મ ના ચાલવી જોઇએ. સાથે જ ફિલ્મ હોલ પર જનતા કર્ફ્યૂ લગાવવો જોઇએ. સાથે જ તેમણે ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી કે જો આ ફિલ્મ રિલિઝ થઇ તો દેશ તૂટશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પણ પદ્માવતના રિલિજ મામલે ચુકાદાનો અભ્યાસ કરીને નિર્ણય લેવાની વાત કરી છે. અને સાથે જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

virodh 1

English summary
Padmavat Film : Rajput protest the film release in Gujarat. Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.