For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છના જખૌ પાસેથી 280 કરોડ રૂપિયાની ડ્રગ્સનો જથ્થો પકડાયો, 9 પાકિસ્તાની માછીમારની ધરપકડ

પાકિસ્તાની બોટને 280 કરોડ રૂપિયાના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘૂસણખોર સહિત ઝડપી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ભૂજઃ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને 280 કરોડ રૂપિયાના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘૂસણખોર સહિત ઝડપી લેવામાં આવી છે. પાકિસ્તાન આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે.

pakistani boat

તમને જણાવી દઈએ કે ગયા વર્ષની 9 ફેબ્રુઆરીના રોજ 11 પાકિસ્તાન સલામતી બોટ દળોને ક્રિક વિસ્તારમાંથી બિન વારસી હાલતમાં મળી આવી હતી અને ત્યારબાદ છૂપાયેલા 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. જે બાદ ક્રિક વિસ્તારમાંથી સતત ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો ચાલુ છે.

આજે 280 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલી પાક બોટના કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઑપરેશન હેઠળ ઝડપાયેલા પાક આરોપીઓને જખૌ બંદર પર લઈ અવાયા બાદ વધુ ખુલાસા થવાની સંભાવના છે. ભારતમાં કાશ્મીર અને પંજાબની સરહદો સીલ કરી દેવાતા હવે ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

English summary
Pakistani boat with 9 crew caught in Arabian sea near Jakhau, Kutchh carrying heroin worth Rs 280 cr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X