For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paresh Rawal Cook Fishવાળા નિવેદન પર ઘેરાયા, હુલ્લડો ભડકાવવાનો આરોપ, નોંધાઈ FIR, કડક કાર્યવાહીની માંગ

ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના માછલીવાળા નિવેદનથી હોબાળો મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

Paresh Rawal Cook Fish: ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના માછલીવાળા નિવેદનથી હોબાળો મચી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે વલસાડમાં પરેશ રાવલે બંગાળીઓ માટે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, બાદમાં તેમણે પોતાના નિવેદન માટે માફી માંગી લીધી હતી પરંતુ તેમછતાં તેમની મુસીબત ઓછી થવાનુ નામ નથી લઈ રહી. માકપા નેતા મોહમ્મદ સલીમે પરેશ રાવલ સામે કોલકત્તાના તલતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, 'સાર્વજનિક રીતે આ પ્રકારના ભાષણ રમખાણો ભડકાવવા અને દેશભરમાં બંગાળી સમુદાય અને અન્ય સમુદાયો વચ્ચે સદભાવ નષ્ટ કરવાની નિયતથી કરવામાં આવ્યા છે.'

paresh rawal

મોહમ્મદ સલીમે દાવો કર્યો હતો કે પરેશ રાવલની બંગાળી વિરોધી ટિપ્પણીઓ દેશના અન્ય પ્રાંતોના લોકોમાં બંગાળી વિરોધી ભાવના પેદા કરી શકે છે. સલીમે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે દેશમાં હિંસા ફેલાઈ શકે છે. આ સિવાય સ્થળાંતરિત બંગાળીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરેશ રાવલને આવી ટિપ્પણી માટે સજા થવી જોઈએ. CPI(M) નેતાએ એમ પણ કહ્યું કે પરેશ રાવલે જે રીતે તેમના ભાષણમાં બંગાળીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવું લાગે છે કે દેશના તમામ બંગાળીઓ બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા છે. વિદેશમાં રહેતા બંગાળીઓને વિવિધ રીતે અસર થવાની સંભાવના છે. ઘણા બંગાળીઓ પશ્ચિમ બંગાળની બહાર અન્ય રાજ્યોમાં રહે છે. આવી ટિપ્પણીઓ તેમને જોખમમાં મૂકવા માટે પૂરતી છે.

તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સરહદની બહાર પણ મોટી સંખ્યામાં બંગાળી સમુદાયના લોકો રહે છે. આવી સ્થિતિમાં, તેઓને આશંકા છે કે પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓને કારણે પૂર્વગ્રહયુક્ત લોકો દ્વારા ઘણા લોકોને નિશાન બનાવવામાં આવશે. સીપીઆઈ(એમ)ના નેતા મોહમ્મદ સલીમના જણાવ્યા અનુસાર, આશંકાઓને ધ્યાનમાં રાખીને, તેઓ ફરિયાદને એફઆઈઆર તરીકે સમજવાની અપીલ કરે છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153, 153A, 153B, 504 અને 505 સહિત યોગ્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ પરેશ રાવલ સામે કાર્યવાહી કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 'હેરા ફેરી' ફેમ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપની ચૂંટણી રેલી દરમિયાન કહ્યુ હતુ કે, 'ગેસ સિલિન્ડર મોંઘા છે તો સસ્તા થઈ જશે, લોકોને રોજગાર પણ મળશે પરંતુ શું રોંહિગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે, જેવુ દિલ્લીમાં થઈ રહ્યુ છે, ત્યારે તમે ગેસ સિલિન્ડરનુ શું કરશો? બંગાળીઓ માટે માછલી બનાવશો?'

ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી 2014-19માં લોકસભામાં ભાજપના સાંસદ રહેલા પરેશ રાવલના આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો. બંગાળી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો. એક ટ્વિટર યુઝરે લખ્યુ, 'અમે @SirPareshRawalની તાજેતરની ટિપ્પણીઓથી દુઃખી છીએ.' અન્ય એક યુઝરે લખ્યુ, 'તો પરેશ રાવલ માછલી ખાવાને લઈને ખુલ્લેઆમ આપણા બંગાળીઓ સામે નફરત ફેલાવી રહ્યા છે. શું સીએમ પોતાનો વિરોધ નોંધાવશે નહિ? શું આપણે વિરોધ નહિ કરીએ?' લોકોનો રોષ જોયા બાદ પરેશ રાવલે ટ્વિટર પર માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી, 'બેશક માછલી એ મુદ્દો નથી કારણ કે ગુજરાતીઓ પણ માછલી રાંધે-ખાય છે. મે તમારી લાગણીઓ અને ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, હું માફી માંગુ છુ.'

English summary
Paresh Rawal Cook Fish Raw: Fir filed by CPM leader Md. Salim for Bengalis statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X