અમદાવાદ પૂર્વથી હરિન પાઠકને સ્થાને પરેશ રાવલને અપાઇ ટિકિટ

Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 માર્ચ: લાલકૃષ્ણ અડવાણીને લઇને વિવાદ પૂર્ણ થયા બાદ આજે ભાજપમાં એ સમયે વિવાદની વધુ એક સ્થિતિ પેદા થઇ ગઇ છે જ્યારે અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારથી હાલના સાંસદ અને અડવાણીના ખાસ હરિન પાઠકના સ્થાને અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપી દીધી છે.

પાર્ટી તરફથી શનિવારે જે 9 ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી તેમાં, અમદાવાદ પૂર્વથી પરેશ રાવળનું નામ છે, પહેલા આ બેઠકથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તેવી અટકળો હતી. પાર્ટીએ ગુજરાતથી પોતાના પાંચ ઉમેદવારોની સૂચિ જારી કરી છે જેમાં અમદાવાદ પૂર્વથી હરિન પાઠક અને ભાવનગરથી રાજેન્દ્રસિંહ રાણાનું પત્તુ કપાઇ ગયું છે.

ગુજરાતના જે પાંચ ઉમેદવારોની સૂચિ બહાર પડાઇ છે તેમાં અમદાવાદ પૂર્વથી પરેશ રાવલ, કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાની સામે સાંબરકાંઠામાં દિપસિંહ રાઠોડને, દિનશા પટેલ સામે ખેડામાં દેવું સિંહ ચૌહાણને, જુનાગઢમાં કોંગ્રેસના જશુભાઇ બારડની સામે ભાજપે રાજેશ ચુડાસમા અને પંચમહાલથી પ્રભાત સિંહ ચૌહાણને ટિકિટ ફાળવવામાં આવી છે.

paresh rawal
આ ઉપરાંત ભાજપે ભોપાલ બેઠકથી રાજ્ય પાર્ટી કાર્યાલયના પ્રભારી આલોક સંજરને ટિકિટ આપી છે. અડવાણીએ પહેલા ભોપાલ બેઠકથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં તેમણે ગાંધીનગરથી જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

ગુજરાતની હજી તો માત્ર પાંચ બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેણે રાજકિય ક્ષેત્રે વિવાદ સર્જ્યો છે, જ્યારે હજી તો બાકીની બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જોકે સમય જતાં ભાજપમાં નરેન્દ્ર મોદીની શાખ વધી છે અને તેમને દબદબો પણ વધ્યો છે. મોદીએ પોતાની વિરુધ્ધના સાંસદોનું પત્તુ કાપીને એ પણ સાબિત કરી દીધું છે કે ધાર્યું ધણીનું જ થાય.

English summary
Lok Sabha Election 2014: Paresh Rawal got ticket from Ahmedabad East seat, Harin Pathak out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X