For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગેસ સિલિન્ડર સસ્તા નથી તો શું બંગાળીઓ માટે માછલી બનાવશો?', પરેશ રાવલના નિવેદન પર હોબાળો

પરેશ રાવલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર દરમિયાન વલસાડમાં કંઈક એવુ કહી દીધુ જેના પર વિવાદ શરુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

Paresh Rawal on Bengalis: અભિનેતામાંથી નેતા બનેલા ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર દરમિયાન વલસાડમાં કંઈક એવુ કહી દીધુ જેના પર વિવાદ શરુ થઈ ગયો છે. ગુજરાત ચૂંટણી વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેને લઈને તેમની ઘોર ટીકા થઈ રહી છે. વલસાડ સભાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

paresh rawal

વાસ્તવમાં, ગુજરાત ચૂંટણી પ્રચાર માટે પરેશ રાવલે મંગળવારે વલસાડમાં એક સભાને સંબોધી હતી અને ગુજરાતીમાં ભાષણ આપ્યુ હતુ. જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારની માંગને લઈને સરકારનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યુ, 'ગેસ સિલિન્ડર મોંઘા છે તો સસ્તા થઈ જશે, લોકોને રોજગાર પણ મળશે પરંતુ શું રોંહિગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે, જેવુ દિલ્લીમાં થઈ રહ્યુ છે, ત્યારે તમે ગેસ સિલિન્ડરનુ શું કરશો? બંગાળીઓ માટે માછલી બનાવશો?' પરેશ રાવલે વધુમાં પોતાના ભાષણમાં કહ્યુ, 'ગુજરાતને મોંઘવારી પરવડી શકે પરંતુ આ નહિ. વિપક્ષનો ઉલ્લેખ કરીને પરેશ રાવલે કહ્યુ કે, 'જે રીતે તેઓ મૌખિક ગાળો ભાંડે છે. તે લોકોમાંથી એકે તેના મોઢા પર ડાયપર પહેરવાની જરૂર છે.'

પરેશ રાવલના આ નિવેદનને લઈને હવે હોબાળો મચી ગયો છે અને વિપક્ષી નેતા તેની ટીકા કરી રહ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસે પરેશ રાવલ દ્વારા માછલી ખાતા બંગાળીઓની મજાક અને તેમને રોહિંગ્યાઓ સાથે જોડવાને લઈને પ્રતિક્રિયા આપી છે. ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે પૂછ્યુ, 'શું પરેશ રાવલ સંકેત આપી રહ્યા છે કે બીએસએપ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા કારણ કે તેમણે કહ્યુ હતુ કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ભારતમાં પ્રવેશી રહ્યા છે.' કીર્તિ આઝાદે ટ્વીટ કરીને કહ્યુ કે, 'બાબુભાઈ, તમે આવા તો ન હતા. જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં પ્રવેશી રહ્યા છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે અમિત શાહ ગૃહમંત્રી તરીકે પોતાનુ કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી. શું પરેશ રાવલ કહેવા માંગે છે કે BSFના જવાનો સરહદની સુરક્ષા કરવામાં સક્ષમ નથી.

હાલમાં પરેશ રાવલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયોને શેર કરીને પરેશ રાવલ પર આરોપ લગાવી રહ્યા છે કે તે બંગાળી અને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો પરેશ રાવલની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવા અને ન જોવાની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યુ છે કે પરેશ રાવલે એવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે જેમાં બંગાળી લેખક કે દિગ્દર્શક હતા પરંતુ તેમ છતાં તે આવી વાતો કરી રહ્યો છે. પરેશ રાવલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સફાઈ આપવામાં આવી નથી.

English summary
Paresh Rawal troll on his Valsad speech, where he says Will you cook fish for Bengalis?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X