For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પારૂલ યુનિવર્સિટીના કર્મચારીના મતૃદેહ સાથે મળી આવી ૮ પાનાની સ્યૂસાઇટ નોટ

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી છે. પારૂલ યુનિવર્સિટીના કર્મચારીએ સ્યૂસાઇડ કર્યો છે અને યુનિવર્સિટીમાં કૌભાંડ આચરાતા હોવાની વાત સ્યૂસાઇડ નોટમાં લખી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી છે. પારૂલ યુનિવર્સિટીના કર્મચારીએ સ્યૂસાઇડ કર્યો છે અને યુનિવર્સિટીમાં કૌભાંડ આચરાતા હોવાની વાત સ્યૂસાઇડ નોટમાં લખી છે. પારૂલ યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીની શંકાસ્પદ હાલતમાં લાશ તેમની જ કારમાંથી મળી આવી હતી. મૃતક હરીશ રાણાએ આઠ પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને નાપાસ કરીને પાસ કરાવવાના રૂપિયા ઉઘરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિગતો એવી છે કે, પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લા ૬ વર્ષથી વિવિધ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી ચુકેલ અને હાલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા હરિશ ઇશ્વરભાઇ રાણા, પત્ની રૂપલ, પુત્રો રૂષી અને વેદાંત સાથે ડી.104, ટાગોર નગર, ઓલ્ડ પાદરા રોડ પર રહેતા હતા. કાલે મંગળવારે સવારે તેઓ નિત્યક્રમ મુજબ સવારે 8.30 વાગ્યે ઘરેથી કાર લઇને પારૂલ યુનિવર્સિટી જવા નીકળ્યા હતા.

parul university

સામાન્ય રીતે તેઓ સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે પરત આવી જતા હોય છે પરંતુ 8 વાગ્યા સુધી ઘરે નહી આવતા પુત્ર રૂષીએ ફોન લગાવ્યો હતો. ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે રૂષીએ તુરંત કાકા શૈલેષભાઇને જાણ કરી હતી. પરિવારના સભ્યોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. રૂષી અને તેનો મિત્ર તુરંત બાઇક લઇને પારૂલ યુનિવર્સિટી પહોંચ્યા હતા તો સિક્યોરિટીએ કહ્યું હતુ કે બધી ઓફિસો બંધ થઇ ગઇ છે અને અંદર કોઇ નથી.
parul university

મૃતક હરિશની નોટમાં વિદ્યાર્થીઓ પાસે વધારાની ફી ઉઘરાવતા હોવાનો પણ ઉલ્લેખ છે. નિયમ વિરૂદ્ધ એડમિશન આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત પત્રમાં ટિચીંગ સ્ટાફ હોવા છતા ખોટી સહીઓ કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, કમાટી બાગ અમૂલ પાર્લર પાસે પાર્ક કરેલી કારમાંથી પારુલ યનિ.ના કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારથી મૃતકના ભાઈએ શંકાઓ વ્યક્ત કરી હતી. જે પત્ર મળ્યા બાદ વધારે ઘેરી બની છે. મૃતકના ભાઈએ પણ ઘણા સમયથી તેમના ભાઈ પર પારૂલ યુનિવર્સિટી દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું તેમજ તેમના ભાઈની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક હરીશ રાણાએ લખેલા પત્રમાં ખોટા સ્કોલશીપના પેપર, ખોટા પેશન્ટ બતાવી કેસની

સંખ્યા વધારે દર્શાવાનો પણ આરોપ લગાવાયો છે. સાથે જ મૃતકે પોતે રૂ.1.20 લાખ લેવાના મામલે નિર્દોષ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

English summary
parul university clerk found dead with suicide note
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X