પાટણ: હાર્દિક પટેલ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ
પાટણમાં હાર્દિક પટેલ સહિત 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પાટણમાં હાર્દિક પટેલ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે. પાસ દ્વારા પાટણમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સભા દરમિયાન પાસ દ્વારા પાટણમાં મારપીટ અને લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પાસના જ કન્વીનર દ્વારા હાર્દિક પટેલ અને અન્ય 6 લોકો સામે પરિયાદ નોંધાવવામાં આવી છે, જેને કારણે હવે અંદરો-અંદર વિખવાદ જાગ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ સાથે મારપીટ કરી હતી. શનિવારે હાર્દિક અને તેના લોકોએ નવજીવન હોટલ પાસે આવી નરેન્દ્ર પટેલને કહ્યું હતું કે, તું દિલીપ સિંધુને ટિપ્પણી કરવાનું બંધ કર. આ મુદ્દે ઝપાઝપી થઈ હતી, જે બાબતે નરેન્દ્ર પટેલે મારપીટ અને સોનાના દોરાની લૂંટની ફરિયાદ પાટણ બી ડિવિઝન ખાતે નોંધાવી છે. પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે સુનિલ ખોખરીયા, બ્રિજેશ પટેલ, ધવલ ભીમાવત, હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સામે ફરિયાદ નોંધાવી છે.












Click it and Unblock the Notifications
