For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલના બાળપણની મિત્ર કિંજલ સાથે લગ્ન થયા

પાટીદાર નેતા હાર્દિક પટેલ તેની બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે.

|
Google Oneindia Gujarati News

પાટીદાર નેતા હાર્દિક પટેલ તેની બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. રવિવારે હાર્દિક પટેલે કિંજલ સાથે સાત ફેરા લીધા સુરેન્દ્ર નગરના દાણાવાડ ગામમાં તેમને પારંપરિક વિધિઓ સાથે લગ્ન કર્યા. બંનેની સગાઈનું એલાન વર્ષ 2016 દરમિયાન કરવાં આવું હતું, જયારે હાર્દિક જેલમાં બંધ હતો. લગ્નને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો: કોણ છે હાર્દિક પટેલ સાથે લગ્ન કરનાર કિંજલ પારેખ, કઈ રીતે શરુ થઇ લવસ્ટોરી

મંદિરમાં તેમને લગ્ન કર્યા

મંદિરમાં તેમને લગ્ન કર્યા

હાર્દિક પટેલન જીવનસંગીની કિંજલ પારેખ મૂળ રૂપથી વિરમગામની રહેવાસી છે પરંતુ હાલમાં તે પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે. કિંજલ લૉ ભણી રહી છે અને તે હાર્દિક પટેલની બાળપણની મિત્ર છે. હાર્દિક અને કિંજલના લગ્ન ખુબ જ સાધારણ રીતે થયા. લગ્નમાં બંને પક્ષમાં ફક્ત 50 લોકો જ હાજર હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ગામના એક મંદિરમાં તેમને લગ્ન કર્યા અને બંનેએ ત્યાં સાત ફેરા લીધા.

લોકોના હક અને સચ્ચાઈ માટે સંઘર્ષ અને લડાઈ ચાલુ રાખશે

લગ્ન પછી હાર્દિક અને કિંજલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આ લગ્ન ઓછું અને અરેન્જ મેરેજ વધારે છે. તેમને જણાવ્યું કે તેઓ પુરુષ અને મહિલાનો સમાન ભાવ રાખે છે. હાર્દિક પટેલે જણાવ્યું કે તેઓ હવે તેમની પત્ની સાથે મળીને લોકોના હક અને સચ્ચાઈ માટે સંઘર્ષ અને લડાઈ ચાલુ રાખશે.

કઈ રીતે મળ્યા હાર્દિક-કિંજલ

હાર્દિકના પિતા ભરત પટેલ અનુસાર કિંજલ પારેખનો પરિવાર મૂળ રૂપે સુરતનો રહેવાસી છે. પરંતુ કેટલાક વર્ષ પહેલા તેઓ વિરમગામ આવીને વસી ગયા હતા. કિંજલ કોમર્સમાં ગેજ્યુએટ છે અને હાલમાં ગાંધીનગરથી લૉ ભણી રહી છે. પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે હાર્દિક અને કિંજલ ઘણા સમયથી એકબીજાના સારા મિત્રો છે. કિંજલ હાર્દિકનો બહેન મોનીકા સાથે અભ્યાસ કરતી હતી અને શરૂથી જ તેનું હાર્દિકના ઘરે આવવા-જવાનું હતું. ત્યારપછી બંને એકબીજાને પસંદ કર્યા અને પરિવારની મંજૂરી મળ્યા પછી હવે 27 જાન્યુઆરી 2019 દરમિયાન લગ્ન કરવા જઈ રહ્યા છે. કિંજલ પણ પાટીદાર સમુદાયથી આવે છે.

English summary
Patidar leader Hardik Patel got married to his childhood friend Kinjal Parikh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X