કોણ છે હાર્દિક પટેલ સાથે લગ્ન કરનાર કિંજલ પારેખ, કઈ રીતે શરુ થઇ લવસ્ટોરી

પાટીદાર આરક્ષણ આંદોલન નેતા હાર્દિક પટેલ ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે તેમની ચર્ચા રાજનીતિને કારણે નથી થઇ રહી.

પાટીદાર આરક્ષણ આંદોલન નેતા હાર્દિક પટેલ ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે તેમની ચર્ચા રાજનીતિને કારણે નથી થઇ રહી. ખરેખર હાર્દિક પટેલ ખુબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ પોતાની મંગેતર અને બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિવાર સાથે જોડાયેલા સૂત્રો અનુસાર બંનેના લગ્ન ખુબ જ સાધારણ રીતે થશે, જેમાં પરિવારના કેટલાક લોકો અને મિત્રો જ શામિલ થશે. લગ્ન સમારોહ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપે રામ મંદિર નિર્માણનું વચન પૂરું નહીં કર્યું: હાર્દિક પટેલ

કઈ રીતે મળ્યા હાર્દિક-કિંજલ

કઈ રીતે મળ્યા હાર્દિક-કિંજલ

હાર્દિકના પિતા ભરત પટેલ અનુસાર કિંજલ પારેખનો પરિવાર મૂળ રૂપે સુરતનો રહેવાસી છે. પરંતુ કેટલાક વર્ષ પહેલા તેઓ વિરમગામ આવીને વસી ગયા હતા. કિંજલ કોમર્સમાં ગેજ્યુએટ છે અને હાલમાં ગાંધીનગરથી લૉ ભણી રહી છે. પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે હાર્દિક અને કિંજલ ઘણા સમયથી એકબીજાના સારા મિત્રો છે. કિંજલ હાર્દિકનો બહેન મોનીકા સાથે અભ્યાસ કરતી હતી અને શરૂથી જ તેનું હાર્દિકના ઘરે આવવા-જવાનું હતું. ત્યારપછી બંને એકબીજાને પસંદ કર્યા અને પરિવારની મંજૂરી મળ્યા પછી હવે 27 જાન્યુઆરી 2019 દરમિયાન લગ્ન કરવા જઈ રહ્યા છે. કિંજલ પણ પાટીદાર સમુદાયથી આવે છે.

શુ બંનેના લગ્ન ઇન્ટરકાસ્ટ છે?

શુ બંનેના લગ્ન ઇન્ટરકાસ્ટ છે?

હાર્દિકના પિતા ભરત પટેલે જણાવ્યું કે કિંજલની સરનેમ પારેખ સાંભળીને એવું કહેવામા આવી રહ્યું છે કે ઇન્ટરકાસ્ટ લગ્ન છે, પરંતુ એવું નથી. કિંજલ પારેખ પટેલ છે જે પાટીદાર સમુદાયથી આવે છે. તેમને જણાવ્યું કે લગ્ન સમારોહ ખુબ જ સામાન્ય રીતે થશે જેમાં બંને તરફથી કુલ માંડીને 50 થી 60 લોકો જ ભાગ લેશે. પરિવારના ખાસ લોકો વચ્ચે જ તેમના લગ્ન થશે. બંનેની સગાઈનું એલાન વર્ષ 2016 દરમિયાન કરવાં આવું હતું, જયારે હાર્દિક જેલમાં બંધ હતો. કિંજલ સાથે લગ્ન અંગે હાર્દિક પટેલ ઘ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ પરિવારના લોકોએ લગ્નની પુષ્ટિ કરી છે. લગ્નને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલ

આપને જણાવી દઈએ કે પાટીદાર આરક્ષણ આંદોલન અંગે હાર્દિક હંમેશા પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કરે છે. હાલમાં જ હાર્દિક પટેલ કલકતામાં મમતા બેનર્જી ઘ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી રેલીમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા જ હાર્દિક પટેલે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી અંગે ભાજપ સરકાર સામે ઉપવાસ કર્યા હતા, જેમાં તેની તબિયત પણ બગડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X