For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ 14 શહીદો પર પગ મૂકીને રાજનીતિમાં આવ્યો: દિલીપ સાબવા

પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિના નેતા અને હાર્દિક પટેલના સહયોગી રહેલા દિલીપ સાબવા હવે હાર્દિક પટેલ વિરુદ્ધ જ નિવેદનો આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિના નેતા અને હાર્દિક પટેલના સહયોગી રહેલા દિલીપ સાબવા હવે હાર્દિક પટેલ વિરુદ્ધ જ નિવેદનો આપી રહ્યા છે. દિલીપ સાબવા ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને હાર્દિક પટેલ, કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા અને લલિત વસોયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. દિલીપ સાબવા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ત્રણ લોકોએ પાટીદાર યુવકોને શરાબ અને શબાબમાં ડુબાડી દીધા. સરકાર સામે લડતા 14 પાટીદારોનો જીવ ગયો અને હાર્દિક પટેલે તે શહીદો પર પગ મૂકીને રાજનીતિમાં એન્ટ્રી કરી.

આ પણ વાંચો: લાફાકાંડ બાદ હાર્દિકઃ ભાજપવાળા મને મારવા ઈચ્છે છે, ગુજરાત માટે લડતો રહીશ

હાર્દિક એટલો દારૂ પીતો હતો કે નશામાં તે મોબાઈલ પણ પકડી શકતો ના હતો

હાર્દિક એટલો દારૂ પીતો હતો કે નશામાં તે મોબાઈલ પણ પકડી શકતો ના હતો

દિલીપ સાબવા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાર્દિક પટેલ એટલો બધો દારૂ પીતો હતો કે નશામાં તે મોબાઈલ પણ પકડી શકતો ના હતો. મોટા ભાગની પાર્ટીઓ લલિત કગથરા અને લલિત વસોયા ઘ્વારા આપવામાં આવતી હતી. લલિત વસોયા પણ પાટીદાર યુવકોને ભોળવીને પોતાનું કામ કઢાવી લેતો હતો. હાર્દિકનું જીએમડીસી ગ્રાઉન્ડમાં ધમાલ કરાવવાનું ષડયંત્ર હતું, એટલા માટે તેને હિન્દીમાં ભાષણ આપ્યું.

હાર્દિકે પલટવાર કરીને દિલીપ પર સવાલ ઉઠાવ્યા

હાર્દિકે પલટવાર કરીને દિલીપ પર સવાલ ઉઠાવ્યા

ચૂંટણીના એક દિવસ પહેલા જ લગાવવામાં આવેલા આરોપો પર પ્રહાર કરતા હાર્દિક પટેલે દિલીપ સાબવા પર જ કેટલાક સવાલોનો પ્રહાર કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે ભાજપ બધાને ખરીદવા અને ધમકાવવાનું કામ કરી રહી છે. બોટાદના દિલીપ સાબવા ઘ્વારા રાજકોટમાં પ્રેસ કોન્ફ્રન્સ કેમ કરવામાં આવી? દિલીપ સાબવા તો અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી લડવા માંગતા હતા, તો પછી તેમને પોતાનું ફોર્મ પાછું કેમ લઇ લીધું? કોંગ્રેસના જે બે ઉમેદવાર જીતી રહ્યા છે, તેમનું જ નામ કેમ લેવામાં આવ્યું? જો આવું જ કંઈક હતું તો પછી ચૂંટણીના એક દિવસ પહેલા તેમ તેમને યાદ આવ્યું?

દિનેશ બાંભણીયા અને કેતન પટેલે આરોપો ખોટા ગણાવ્યા

દિનેશ બાંભણીયા અને કેતન પટેલે આરોપો ખોટા ગણાવ્યા

હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2017 દરમિયાન પણ પૈસા લઈને મારા વિરુદ્ધ આવી પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી હતી. આ ભાજપનું ષડયંત્ર છે. પોતાની હાર નજીક જોઈ રહેલી ભાજપ આવું કરી રહી છે. ગુજરાતની પ્રજા ભાજપની આ નીતિથી પરિચિત છે. આ મુદ્દે દિનેશ બાંભણીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ દિલીપ સાબવાની વાતથી સહમત નથી. તે સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂકેલા કેતન પટેલે પણ જણાવ્યું કે દિલીપ સાબવા ભાજપ સાથે સેટિંગ કરાવવા માટે મારી પાસે આવ્યા હતા.

English summary
Patidar Reservation Movement Committee leader Dilip Sabwa target on Hardik Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X