લાફાકાંડ બાદ હાર્દિકઃ ભાજપવાળા મને મારવા ઈચ્છે છે, ગુજરાત માટે લડતો રહીશ
ગુજરાતમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક જનસભા દરમિયાન એક વ્યક્તિએ મંચ પર લાફો મારી દીધો. આ કાંડ માટે હાર્દિક પટેલે ભાજપ સરકારને દોષી ગણાવી છે.
ગુજરાતમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક જનસભા દરમિયાન એક વ્યક્તિએ મંચ પર લાફો મારી દીધો. આ કાંડ માટે હાર્દિક પટેલે ભાજપ સરકારને દોષી ગણાવી છે. તેમણે કહ્યુ છે કે, 'ભાજપવાળા તેમને ગોળીથી મારવા ઈચ્છે છે. મને ભલે ગમે તેટલો બદનામ કરો, અપમાનિત કરો. પરંતુ હું ગુજરાતની જનતા માટે લડતો રહીશ. હું સત્યના માર્ગ પર છુ. મરી પણ જઉ તો પણ આ રસ્તો નહિ છોડુ.'

‘હું સાચો છુ કે ખોટો એનો નિર્ણય ભાજપ નહિ જનતા કરશે'
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલા હાર્દિક આજે બે વિસ્તારમાં જનસભા સંબોધિત કરી રહ્યા છે. અહીં એક રેલીમાં તેમણે નિવેદન આપ્યુ, ‘હું સાચો છુ કે ખોટો એનો નિર્ણય ભાજપના લોકો નહિ દેશની જનતા કરશે. આ વખતે હાથ સાથે ચાલવાનું છે કારણકે ગુજરાતને બદલવાનું છે.'

‘કોંગ્રેસ બધા મુદ્દાઓ સાથે લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે'
તેમણે કહ્યુ કે ગુજરાતના યુવાનો કહે છે અમે બીજુ કંઈ નથી માંગ્યુ માત્ર સારુ શિક્ષણ અને સમ્માન સાથે રોજગાર માંગ્યુ છે. ગુજરાતના યુવાનોને રોજગાર માટે પોતાનું વતન છોડીને બહાર જવુ પડે છે. ગુજરાત મૉડલના નામે માત્ર રાજકારણ થયુ છે. કોંગ્રેસ પાર્ટી બધા મુદ્દાઓ સાથે ગામે ગામ લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે અને અમારી સરકાર આવતા જ સમસ્યાનું સમાધાન થશે.

‘...એટલા માટે ભાજપના લોકો મને મારી નાખવા ઈચ્છે છે'
લોકસભા ચૂંટણીમાં ગજબનો જોશ તેમજ ઉત્સાહ જનતા વચ્ચે જોવા મળી રહ્યો છે. હવે જનતાનો નિર્ણય એ જ છે કે ભાજપને હરાવવુ છે. અમને એવા પ્રધાનમંત્રી જોઈએ જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે. ખેડૂતો અને નવયુવાનોને ન્યાય આપવાનો છે. એટલા માટે કોંગ્રેસ આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના બધા કાર્યકર્તાઓ લોહીમાં કુરબાની અને દેશભક્તિ છે. ભાજપ અમને નબળા સમજવાની ભૂલ ના કરે. ગુજરાતના નવયુવાન અને ખેડૂતો અમારી લડાઈ સાથે છે. હું કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયો છુ એટલા માટે ભાજપના લોકો મને મારી નાખવા ઈચ્છે છે.

‘ગુજરાતની જનતાએ નક્કી કર્યુ છે - કોંગ્રેસને તક આપવાની છે'
હાર્દિકે દાવો કર્યો કે ગુજરાતમાં મોટાભાગવી સીટ કોંગ્રેસના ખાતામાં જઈ રહી છે એટલા માટે ભાજપ રઘવાયુ થઈને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પાયાવિહોણા નિવેદનો કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે પરંતુ ગુજરાતની જનતાએ નક્કી કર્યુ છે કે આ વખતે કોંગ્રેસને તક આપવાની છે.












Click it and Unblock the Notifications
