For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરપ્રાંતિયોના નામ ઉપર રાજનીતિ ગરમાઈ, ભાજપે કહ્યું- 2022માં જનતા આપશે જવાબ

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતિયોના નિવેદનને લઇ રાજ્યમાં ઘમાસાણ મચ્યું છે. રઘુ શર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકો પરપ્રાંતિયો ભયમાં જીવી રહ્યા છે અને સુરક્ષિત નથી. આ નિવેદન બાદ ભાજપના નેતાઓની

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના પરપ્રાંતિયોના નિવેદનને લઇ રાજ્યમાં ઘમાસાણ મચ્યું છે. રઘુ શર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકો પરપ્રાંતિયો ભયમાં જીવી રહ્યા છે અને સુરક્ષિત નથી. આ નિવેદન બાદ ભાજપના નેતાઓની ફોજ મેદાનમાં ઉતરી ગઈ છે. ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે પરપ્રાંતિય વસી રહ્યા છે અને તેઓ સુરક્ષિત હોવાનો દાવો પણ ભાજપ તરફથી કરાયો છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ ( CR Patil), સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ સિંહ પરમાર અને જીતુ વાઘાણી આ નિવેદનને વખોડી કાઢ્યું છે અને ગુજરાતની જનતા કોંગ્રેસને 2022માં જવાબ આપશે તેવું કહ્યું હતું.

Raghu Sharma

પ્રદીપ પરમારે તો ત્યા સુધી કહ્યું હતું કે રઘુ શર્માનું માનસિક સંતુલન બગડી ગયું છે અને જરુર લાગે તો હું એમને અસારવા સિવિલમાં ભરતી કરાવામાં મદદ કરું. હાલ તો કોંગ્રેસના નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. વિવાદ વકરતાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બચાવ કરતાં કહ્યું હતું કે નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. કોરોનાકાળમાં ગુજરાતીઓએ પરપ્રાંતિયોને પ્રેમ આપ્યો હતો પણ સરકારે તેમને નોંધારા મુકી દીધા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલે કહ્યું કે રઘુ શર્મા ગુજરાતથી અજાણ છે અને તેમણે આ નિવેદન બદલ માફી માંગવી જોઇયે. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધારે પરપ્રાંતિયો વસે છે અને તેમને રોટલાની સાથે ઓટલો પણ મળી રહ્યો છે. કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે પણ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે .

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે , કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ કરે કે તેઓ રઘુ શર્માના નિવેદન સાથે સહમત છે કે નહીં. 2022માં હાર જોઇ ગયેલી કોંગ્રેસ આવા નિવેદનો કરી રહી છે અને સસ્તી પ્રસિદ્ધિ માટે હવાતિયા મારી રહી છે. જ્યારે પ્રદિપ પરમારે માનસિક સંતુલન બગડ્યું હોવાનું કહી ટ્રીટમેન્ટની સલાહ આપી હતી. આ વિવાદ વકર્યો છે અને ભાજપે આ નિવેદનને બરાબર પકડી લીધું છે અને સંભવત 2022ની ચૂંટણીમાં પણ આ નિવેદનને લઈ કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવશે અને ગુજરાતની જનતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહીને ભાજપના નેતાઓ ગામડે ગામડે જઈ શકે છે.

English summary
People in Gujarat are living in danger: Raghu Sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X