For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: બેંક ખુલતા જ બેંકની બહાર લાગી મોટી લાઇન, લોકોની ભારે હાલાકી

આજે બેંક શરૂ થતા જ લોકો ઉમટી પડ્યા બેંકમાં 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવવા. ક્યાંક નવી નોટની ખુશી તો ક્યાંક સર્જાઇ સમસ્યા, જુઓ તસવીરો.

|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે મંગળવારે પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કરી હતી તે બાદ 9મી તારીખે બેંક બંધ રાખવામાં આવી હતી. જે બાદ આજે ગુરુવારે બેંક ખુલે તે પહેલા જ લોકોની મોટી લાઇન બેંક આગળ લાગી ગઇ હતી. અને લોકો મોટી સંખ્યામાં પોતાની જૂની નોટ પરત કરવા અને પૈસા નીકળવા માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉંમર લાયક લોકો, મહિલાઓ અને યુવાનો સવારથી જ લાઇનો લગાવીને ઊભા હતા.

People Reaction: ગુજ્જુઓના મોઢે જાણો નોટ બદલવાની મુશ્કેલીPeople Reaction: ગુજ્જુઓના મોઢે જાણો નોટ બદલવાની મુશ્કેલી

જો કે વિવિધ બેંક તરફથી પણ પૂર્વ તૈયારી રૂપે વિવિધ કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. પણ તમામ કામ સરળતાથી થઇ શકે તેનો બનતો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો બેંક આગળ લાઇનો લગાવીને ઊભા હતા.

500 અને 1000 રૂપિયાની નોટ બદલવા જાવ છો? આ જરૂર વાંચો500 અને 1000 રૂપિયાની નોટ બદલવા જાવ છો? આ જરૂર વાંચો

એટલું જ નહીં અન્ય નાના મોટા શહેરા પણ આ જ હાલ આવા જ હતા. જો કે અનેક લોકો નવી નોટ હાથમાં આવતા ફોટો પાડીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે આ પ્રસંગે ક્યાં ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે નીચેની તસવીરોમાં જુઓ ગુજરાતભરની બેંકમાં આગળ કેવી રીતે લોકો લાઇનો લગાવીને ઊભા છે. અને જાણો ક્યાં ખુશી તો સમસ્યાઓ સર્જાઇ છે...

બેંકમાં નવી નોટો જ નથી આવી

બેંકમાં નવી નોટો જ નથી આવી

અમદાવાદની હાથીજણમાં બેંક ઓફ મહારાષ્ટ્રની હાથીજણ શાખામાં નવી 500 અને 2000 રૂપિયાની નોટ ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકો સવારથી આ બેંક આગળ મોટી લાઇનો લગાવીને ઊભા હતા. વળી સવારથી જ ત્યાં લાઇટો પણ નહતી. અને નવી નોટો ન મળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

દ્વારકામાં બેંકે બાંધ્યા મંડપ

દ્વારકામાં બેંકે બાંધ્યા મંડપ

તો દ્વારકામાં આજ સવારથી જ લોકો બેંક આગળ લાઇનો લગાવીને ઊભા રહ્યા હતા. તો બીજી તરફ લોકોની સગવડતા માટે કેટલીક બેંક દ્વારા મંડપ પણ બાંધવામાં આવ્યા હતા. જેથી લોકોને તડકામાં લાંબો સમય ઊભા ન રહેવું પડે.

રાજકોટમાં ભીડ

રાજકોટમાં ભીડ

રાજકોટમાં પણ આજ સવારથી લોકોની મોટી ભીડ વિવિધ બેંકો આગળ લાઇન લગાવીને ઊભેલી જોવા મળી હતી. રાજકોટની આઇસીઆઇસી બેંક ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા.

સૌરાષ્ટ્રની બેંક

સૌરાષ્ટ્રની બેંક

સૌરાષ્ટ્રના ધારીમાં આવી બેંક ખાતે પણ લોકોનું ટોળું જામ્યું હતું. લોકોએ લાંબી વાર સુધી લાઇનોમાં ઊભા રહેવા અંગે રોષ પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં અનેક બેંક, ટપાલઘર અને પેટ્રોલપંપ પાસે ચાંપતો પોલિસ બંદોવસ્ત પણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સરખેજ

અમદાવાદ સરખેજ

અમદાવાદમાં પણ સવારથી સરકારી અને ખાનગી બન્ને બેંકો આગળ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અને વૃદ્ધ, યુવાન તમામ લાઇનોમાં ઊભેલા જોવા મળ્યા હતા.

નવી નોટ મળવાની ખુશી

નવી નોટ મળવાની ખુશી

જો કે જે લોકોને નવી 2000 અને 500 રૂપિયાની નોટ મળી હતી. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી. અને અનેક લોકોએ નવી નોટ સાથે ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર પણ શેયર કર્યા હતા.

ક્યાંક ખુશી, તો ક્યાંક સમસ્યા

ક્યાંક ખુશી, તો ક્યાંક સમસ્યા

ત્યારે આજે સવારથી બેંક ફરીથી ખુલતા ગુજરાતભરની બેંકો આગળ લોકોએ લાઇનો લગાવીને જૂની નોટ પરત કરી નવી નોટ લેવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં વિવિધ બેંકો આગળ ચાંપતો પોલિસ બંદોવસ્ત પણ કરાયો હતો. તેમ જ છતાં એક બાજુ જ્યાં લાંબી લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યા હતી ત્યાં જ નવી નોટ મળવાની ખુશી પણ લોકોના ચહેરા પર જોવા મળી હતી.

English summary
People Rushed to Bank after currency ban In Ahmedabad. See the photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X