અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ
અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેને લોકોને હચમચાવી નાખ્યા છે. આજે મોટા શહેરોમાં PG નું ચલણ ખુબ જ વધી ગયું છે.
અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે જેને લોકોને હચમચાવી નાખ્યા છે. આજે મોટા શહેરોમાં PG નું ચલણ ખુબ જ વધી ગયું છે. મોટા શહેરોમાં લોકો નોકરી અને અભ્યાસની શોધમાં આવે છે અને તેઓ રહેવા માટે પીજીનો સહારો લે છે. અમદાવાદના પીજીમાં એક એવો મામલો સામે આવ્યો છે જે વિચારવા પર મજબુર કરે છે. અમદાવાદમાં પીજીમાં રહેતી કેરટેકર યુવતી સાથે છેડછાડની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: વીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી

રાત્રે એક અજાણ્યો યુવક ઘુસી આવ્યો
ખરેખર મામલો કંઈક એવો છે કે અમદાવાદના પીજીમાં મોડી રાત્રે એક અજાણ્યો યુવક ઘુસી આવ્યો. તેને યુવતીના રૂમ દાખલ થઈને ઊંઘતી યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા. આ આખી ઘટના પીજીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.

શારીરિક અડપલાં કર્યા
અમદાવાદમાં ગર્લ્સ પીજીમાં દાખલ થયેલો યુવક ડિલિવરી બોય હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તેના વિશે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી રહી. મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં સીજી રોડ પાસે આવેલા PGમાં એક યુવકનું આ કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું છે. આ વ્યક્તિ રાત્રે લગભગ 12 વાગે પીજીમાં ધાબા પરથી દાખલ થાય છે. પીળી ટીશર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને દરવાજો ખોલે છે. અહીં તેણે કાઉચ પર ઉંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કર્યા હતા. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઇ ચુકી છે.

છોકરીઓની સુરક્ષા પર પણ સવાલ
આ ઘટના પછી પીજીમાં ભારે ગુસ્સો છે કારણકે આટલું ભાડું ચૂકવવા છતાં તેમને સુરક્ષા નથી મળી રહી. આપને જણાવી દઈએ કે પીજીમાં છોકરી દીઠ 5 હજારથી 7 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયા પછી પીજીમાં રહેતી છોકરીઓની સુરક્ષા પર પણ સવાલ ઉભા થવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
