ભરૂચનું કેબલ બ્રીજ થયું રોશનીથી જગમગતું, મોદી કરશે ઉદ્ધાટન

Subscribe to Oneindia News

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે જે બ્રીજનું ઉદ્ઘાટન કરવાના છે. તેને રોશનીથી જગમગતું કરવામાં આવ્યું છે. બ્રીજના ઉદ્ઘાટન પહેલા લોકોના ટોળે ટોળા બ્રીજને જોવા માટે પહોંચી ગયા હતા. બ્રીજ પર મોટા મેળો લાગ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.

cable bridge

શું ખાસ છે આ બ્રીજમાં?
નર્મદા નદી પર આવેલ, ભારતનો આ પ્રથમ સૌથી મોટો કેબલ બ્રીજ બનાવામાં છે. આ બ્રીજ નેશનલ હાઇવે નં 8 પર બનાવામાં આવ્યો છે. આ બ્રીજથી ભરૂચ ખાતે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે. સાથે જ મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. કુલ 389 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ બ્રીજ 1344 મીટર લાંબો છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રીજ છે. એલ એન્ડ ટી કંપની દ્વારા આ બ્રીજને બનાવવાની શરૂઆત વર્ષ 2014માં કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ બ્રીજ 10 ટાવર એટલે કે પાઇલોન પર બન્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ખરેખરમાં આ બ્રીજ ભરૂચની શાન બની જશે.

cable bridge
cable bridge

નામ પર વિવાદ
જો કે બ્રીજના નામને લઇને હજી પણ વિવાદ યથાવત છે. નોંધનીય છે કે ભીલીસ્તાન સેના દ્વારા આ બ્રીજનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર કરવાની માંગણી કરવામાં આવી છે. અને જો આવું નહીં કરાયું તો આત્મવિલોપનથી લઇને જલદ વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રીજ મંગળવારે જાહેર જનતા માટે ખોલવામાં આવશે. પણ તે પહેલા તેના નામને લઇને અનેક અટકળો ચાલી રહી છે.

viroth
English summary
Photos of Bharuch cable bridge which will inaugurated by PM Modi tomorrow.
Please Wait while comments are loading...