Pics : મોદી અને બૉલીવુડ વચ્ચે મજબૂત કનેક્શન
અમદાવાદ, 24 નવેમ્બર : હજુ તાજેતરમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણીઓ સમ્પન્ન થઈ. પરિણામ જે આવ્યું, તે તમામને ખબર છે, પરંતુ બરાક ઓબામાના વિજયમાં ત્યાંના ફિલ્મ જગત એટલે કે હૉલીવુડનો પણ મહત્વનો ફાળો હતો. ઓબામાના ટેકામાં અનેક હૉલીવુડ સ્ટાર્સ ઉતરી આવ્યાં હતાં.
જો જો રખે ચુકતા... અમે અહીં અમેરિકાની ચુંટણીની ચર્ચા નથી કરવા માંગતાં. અમે વાત કરીએ છીએ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 વિશે. ગુજરાતમાં પણ આગામી 13મી અને 17મી ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચુંટણીઓ છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પણ ઓબામાની જેમ ભારતીય ફિલ્મ જગત એટલે કે બૉલીવુડના અનેક સ્ટાર્સ સાથે કુણા સંબંધો રહ્યાં છે. મોદી અને બૉલીવુડ વચ્ચે ફેવીકૉલ જેવો મજબૂત જોડ પણ દેખાય છે.
મોદી ગુજરાતમાં છેલ્લા અગિયાર વરસથી સત્તા ઉપર છે, પરંતુ છેલ્લા પાંચ વરસમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ મોદીના ચાહક બન્યાં છે. એટલું જ નહિં, તેમાં બિગ બી અમિતાભ બચ્ચનથી લઈ અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા નવા કલાકારોનો પણ સમાવેશ થાય છે. જોકે આ તમામે મોદી સાથે મુલાકાતો કરી અને તેમના ઉદ્દેશ અલગ-અલગ હતાં. એ વાત અલગ છે કે આમાંના કેટલાં કલાકારો ગુજરાતમાં ચુંટણી પ્રચાર કરવા માટે આવે છે, પરંતુ એટલું તો નક્કી જ છે કે આ કલાકારોની શુભેચ્છા તો જરૂર મોદી સાથે જ હશે.
આવો તસવીરોમાં જોઇએ નરેન્દ્ર મોદી અને બૉલીવુડ વચ્ચેનું કનેક્શન.

અજય અને અક્ષય
બૉલીવુડના એક્શન કિંગ અજય દેવગણ તેમજ અક્ષય કુમાર સમયાંતરે ગુજરાત આવે છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળે છે. અજય દેવગણે થોડાંક સમય અગાઉ જ મોદીના ગૂગલ હૅંગઆઉટ કાર્યક્રમ દરમિયાન હોસ્ટિંગ કર્યુ હતું. તો અક્ષય કુમાર એક વરસ અગાઉ નવેમ્બર-2011માં તેમની ફિલ્મ દેશી બૉય્ઝના પ્રમોશન માટે ગુજરાત આવ્યા અને મોદી સાથે મુલાકાત બાદ ગુજરાતમાં ખેલ મહાકુંભને ટેકો આપ્યો હતો.

અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અને બૉલીવુડના શહેંશાહ બિગ બી અમિતાભ બચ્ચન તો જાણે મોદી ઉપર ફિદા જ થઈ ગયાં છે. ક્યારેક ઉત્તર પ્રદેશમાં અમર સિંહ સાથે દેખાનાર બિગ બી અચાનક મોદી તરફ વળ્યાં. એટલું જ નહિં, તેમણે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવું સ્વીકાર્યું. તેઓ ખુશબૂ ગુજરાત કી એડ ફિલ્મ દ્વારા ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા માટે નિઃશુલ્ક મહેનત કરી રહ્યાં છે. બિગ બી સમયાંતરે ગુજરાત આવે છે અને મોદી સાથે મુલાકાતો કરી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અંગે ચર્ચા કરે છે.

વેલકમ ‘પા’
અમિતાભ બચ્ચન પોતાની પા ફિલ્મના પ્રમોશન અર્થે ગુજરાત આવ્યાં અને એ સાથે જ તેમનો અને મોદી વચ્ચે સંબંધનો તાર જોડાઈ ગયો. મોદીએ ખુશી-ખુશી બિગ બીની ફિલ્મ પા જોઈ અને પછી તો આ સંબંધો અતૂટ બની ગયાં.

અરબાઝ-ઇસ્માઇલ
ફિલ્મ નિર્માતા અને અભિનેતા અરબાઝ ખાને ગત મે માસમાં મોદી સાથે મુલાકાત કરી. તેઓએ ફિલ્મ દબંગ 2નુ કેટલુંક શુટિંગ ગુજરાતમાં કરવા અંગે ચર્ચા કરી હતી. તો બીજી બાજુ બૉલીવુડના હમ દિલ દે ચુકે ફેમ સંગીતકાર ઇસ્માઇલ દરબાર તો પોતે ભાજપમાં પણ શામેલ થઈ ચુક્યાં છે.

દેવઆનંદ
બૉલીવુડના સદાબહાર અભિનેતા દેવઆનંદ સાથે પણ મોદીના સારા સંબંધો હતાં. મૃત્યુ અગાઉ થોડાંક જ સમય પહેલા મોદી અને દેવઆનંદ વચ્ચે મુલાકાત થઈ હતી. દેવઆનંદના નિધન વખતે મોદીએ પણ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અનુપમ ખેર
બૉલીવુડના અનુપમ અભિનેતા અનુપમ ખેર પણ મોદીના ચાહકોમાં શામેલ છે. તેઓએ અમદાવાદમાં ખેર’સ સ્કૂલ ફૉર એક્ટર્સ નામની સંસ્થા સ્થાપી છે. આ તસવીર જૂન, 2009માં યોજાયેલ સ્કૂલના ઉદ્ઘાટન સમારંભ વખતની છે કે જેમાં મોદી ખેરને કઇંક સમજાવતાં નજરે પડે છે.

વિવેક ઓબેરૉય
બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે પણ તાજેતરમાં જ મોદી સાથે મુલાકાત કરી અને ગુજરાતમાં સ્થપનારા પોતાના વિવિધ પ્રોજેક્ટો વિશે ચર્ચા કરી હતી.

પરેશ રાવલ
બૉલીવુડ અભિનેતા પરેશ રાવલ પણ મોદીના પ્રશંસક છે. ગત ઑગસ્ટમાં પરેશ રાવલ સિવિલ હૉસ્પિટલમાં બાળદર્દીઓને મળવા આવ્યા હતાં. દરમિયામ તેમણે મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

સંજય ખાન
બૉલીવુડના વીતેલા જમાનાના અભિનેતા સંજય ખાને ગત જૂનમાં ગુજરાત આવ્યાં અને મોદીને મળ્યાં. તેમણે મોદી સાથે ગુજરાતમાં સ્થપાનાર તેમના એ-વન સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

શત્રુઘ્ન સિન્હા
બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાનું શું કહેવું? તેઓ તો ભાજપમાં જ છે. એટલે તેમની અને મોદીની મુલાકાતો અવારનવાર થતી જ રહે છે.

સંજય દત્ત
બૉલીવુડના અભિનેતા સંજય દત્તે તાજેતરમાં જ મોદી સાથે મુલાકાત કરી અને ગુજરાતમાં પોતાના ફિલ્મ સિટી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.












Click it and Unblock the Notifications
