For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિયુષ ગોયલે પાટણના ભદ્રાડા ગામે ગ્રામજનો સાથે સંવાદ કર્યો!

કેન્દ્રીય કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલ ઐતિહાસિક શહેર પાટણની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી. જેમાં બીજા દિવસની મુલાકાતે તેમણે પાટણ જિલ્લાના ભદ્રાડા ગામમાં પહોંચ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલ ઐતિહાસિક શહેર પાટણની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી. જેમાં બીજા દિવસની મુલાકાતે તેમણે પાટણ જિલ્લાના ભદ્રાડા ગામમાં પહોંચ્યા હતા. રાણ કી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધાં બાદ મંત્રી પિયુષ ગોયલ પાટણ તાલુકાનાં ભદ્રાડા ગામની મુલાકાતે ગયા હતાં. જયાં સ્થાનિક લોકોએ પરંપરાગત વેશભૂષા પહેરાવી તેમનું સ્વાગત કર્યુ હતું, આ પરંપરાગત નવા અંદાજમાં પિયુષ ગોયલ જોવા મળ્યા હતા.

Patan

પાટણ પ્રવાસનાં બીજા દિવસે ભદ્રાડા ગામની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય મંત્રી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીને લોકોએ પરંપરાગત વેશભૂષા પહેરાવી હાથમાં લાકડી ભેટ કરી હતી. સ્થાનિક લોકોનું ભવ્ય સ્વાગત થતાં મંત્રીએ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. ગામની મુલાકાત દરમિયાન ખાટલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ખાટલા બેઠકમાં મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામિણ વિસ્તાર ની વાસ્તવિક પરિસ્થિતિ થી અવગત થયા હતા.

ભદ્રાડા ગામની મુલાકાત દરમિયાન મંત્રી પિયુષ ગોયલની સાથે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભદ્રાડાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Piyush Goyal interacted with the villagers of Patan's Bhadrada village!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X