For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલનું કર્યુ લોકાર્પણ

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વલસાડમાં આવેલા ધરમપુર ખાતે નવ નિર્માણ પામેલા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધઘાટન કર્યુ હતુ. તેમજ એનિમલ હોસ્પિટલનું શિલાન્યાસ કરવામાં આવ્યું તેમજ મહિલાઓ માટે સેન્ટર

|
Google Oneindia Gujarati News

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વલસાડમાં આવેલા ધરમપુર ખાતે નવ નિર્માણ પામેલા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ધઘાટન કર્યુ હતુ. તેમજ એનિમલ હોસ્પિટલનું શિલાન્યાસ કરવામાં આવ્યું તેમજ મહિલાઓ માટે સેન્ટર ફોર એક્સલન્સ નું નિર્માણ કાર્ય આજથી શરૂ થયું આનાથી ગુજરાતના ગ્રામીણો,ગરિબો,આદિવાસીઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોને ઘણો લાભ થશે.

Bhupendra Patel

હૉસ્પિટલનું ઉદ્ધઘાટન કરતા પર્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, મને હમેશા ખૂબ આનંદ થાય છે કે, પુજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ગુજરતમાં ગ્રામીણ સ્વસ્થ્યના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ પોતાના સંતાનોને યાદ કરી રહ્યો છે જેમણે ભારતને ગુલામીમાથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો શ્રીમદ રાજચંદ્રજી એવા સત હતા જેમનું મહાન યોગદાન દેશના ઇતિહાસમાં છે.

આઝાદીના સમયમાં જ્યારે સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીને અનુસરતો હત્યો ત્યારે મહાત્મા ગાઁધીજી શ્રીમદ રાજચદ્રજીના વિચારોથી પ્રભાવીત હતા અને પોતાના આધ્યત્મિક ગુરુ માનતા હતા. આપણે ત્યા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જેના ગુણધર્મ જેનુ કર્તવ્ય,જીવીત રહે છે તે જીવીત રહે છે તે અમર રહે છે. જેના કર્મ અમર રહે છે તેની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુઘી સમાજની સેવા કરતી રહે છે.

આજે ભારતમાં સ્વસ્થ્યની જે નીતિને અનુસર રહ્યુ છે તે આપણી આપસપાસના દરેક જીવના સ્વાસ્ય્યની ચિંતા કરે છે. ભારત માનવ રક્ષણાત્મક રસીઓની સાથે સાથે પ્રાણીઓ માટે પણ રાષ્ટ્ર્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યો છે.

ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આજનો દિવસ અંત્યત મહત્વનો તેનું કારણ એ છે કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ થાય તે ખૂબ મોટી વાત છે. આ હોસ્પિટલમાં દર્દીને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર નિશુલ્ક સારવાર મળવાની છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશવાસીઓના આરોગ્યની ખૂબ ચિંતા કરતા આવ્યા છે અને તે માટે સૌથી મોટી આરોગ્ય સ્કીમ આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના આપણને આપી છે. બે દાયકાઓમાં ગુજરાતના આદિવાસી વિસ્તારો વિકાસની મુખ્ય ઘારાઓમાં આવવા લાગ્યા છે. ગુજરાત સરકાર સૌના સાથ થી સૌના વિકાસથી કટીબદ્ધ છે

દેશ જયારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તે અંતર્ગત આપણે સૌ હર ઘર તિરંગા કાર્યક્રમમાં જોડાઇ ભારત માતા પ્રત્યે, વિર શહિદોના સન્માન અને આપણા તિરંગા પ્રત્યે ના સન્માન વ્યકત કરીએ

English summary
PM inaugurates Shrimad Rajchandra Hospital in Dharampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X