કરોડો ગરીબોએ જનધન યોજના હેઠળ ખાતાં ખોલાવ્યાઃ મોદી

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે ત્રિવેણી સંગમ, સોમનાથ નજીક જનસભા સંબોધી હતી. 11 માર્ચના રોજ 5 રાજ્યોના આવનારા ચૂંટણી પરિણામો સાથે નરેન્દ્ર મોદીની આ યાત્રાને જોડવામાં આવી રહી છે.

narendra modi

કહેવાઇ રહ્યું છે કે, ચૂંટણીમાં પરિણામો સારા આવે એ હેતુથી પીએમ મોદી સોમનાથ દાદાના દર્શને આવ્યાં ચે. અહીં જનસભા સંબોધતી વખતે પણ નરેન્દ્ર મોદીએ કહ્યું કે,'પરમદિવસે વિશ્વનાથ ચરણમાં હતો, આજે સોમનાથના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.' સંબોધન બાદ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અમિત શાહ અને કેશુભાઇ પટેલ પણ હાજર રહ્યાં હતા.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં..

 • આપણે જનધન યોજના હેઠળ કરોડા ગરીબોના ખાતાં ખોલાવ્યા.
 • 21 કરોડ ગરીબોને Rupay કાર્ડ આપ્યા.
 • વિકાસનો લાભ દેશના તમામ ગરીબોને મળે એ જ હેતુ.
 • દીકરીઓ શાળાએ જતી થઇ છે.
 • દ્વારકા અને બેડદ્વારકા પર નવા બ્રિજનું નિર્માણ થશે. 500 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે.
 • 2 હજાર કરોડના ખર્ચે નેશનલ હાઇવે બંધાશે.
 • ટૂરિઝમ માટે આ પ્રોજેક્ટ ઉપયોગી નીવડશે.
 • સમુદ્રની અંદર પણ કામ ચાલી રહ્યું છે. કાંડલા ફોર્ટ પરથી નિકાસ વધારીશું.
 • દેશમાં 400 જુદા-જુદા પ્રોજેક્ટ, જેમાંથી 40 પ્રોજેક્ટ ગુજરાતના દરિયાકિનારે
 • મગફળી એક્સપોર્ટ કરવામાં આવશે.
 • 18 કોસ્ટ આધુનિક બનાવાશે.
 • 8 લાખ કરોડની સુદ્રના કિનારે નિકાસ થશે
 • 45 હજાર કરોડનો ગુજરાતના દરિયાકિનારે નિકાસ થશે
English summary
PM Modi addresses public meeting in Somnath.
Please Wait while comments are loading...