પીએમ મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા, અમદાવાદ અને કચ્છમાં વિકાસ કામોના લોકાર્પણ કરશે!
વડાપ્રધાન શનિવારે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ સિવાય રવિવારે સવારે કચ્છમા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુર્હુત કરવાના છે.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન શનિવારે સાંજે અમદાવાદમાં આયોજિત ખાદી ઉત્સવના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ સિવાય રવિવારે સવારે કચ્છમા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુર્હુત કરવાના છે. આવતીકાલે બપોર બાદ મહાત્મા મંદિરમાં મારુતિ સુઝુકી મોટર કોર્પોરેશનના કાર્યક્રમમા સહભાગી થશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.












Click it and Unblock the Notifications
