Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેશુભાઈ પટેલના ઘરે પહોંચ્યા પીએમ મોદી, શ્રદ્ધાંજલિ અર્પી

કેશુભાઈ પટેલના ઘરે પહોંચ્યા પીએમ મોદી, શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. કેશુભાઈ પટેલ વર્ષ 1995 અને વર્ષ 1998માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, જો કે પોતાનો કાર્યકા પૂરો નહોતા કરી શક્યા. પીએમ મોદી પણ તેમને પોતાના માર્ગદર્શક માનતા હતા. શુક્રવારે બે દિવસીય યાત્રા પર જ્યારે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા તો તેમણે સૌથી પહેલાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી.

keshubhai patel

પીએમ મોદી શુક્રવારે સવારે દિલ્હીથી વિશેષ વિમાનમાં અમદાવાદ પહોંચ્યા. જે બાદ સૌથી પહેલાં તેઓ ગાંધીનગર સ્થિત કેશુભાઈ પટેલના ઘરે પહોંચ્યા. સાથે જ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પરિજનો સાથે વાત કરી સાંત્વના વ્યક્ત કરી. પીએમ મોદી મુજબ કેશુભાઈ પટેલ એક ઉત્કૃષ્ટ નેતા હતા, જેમણે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને હરેક ગુજરાતીના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યું.

રાજનૈતિક જીવન ઘણું લાંબુ રહ્યું

કેશુભાઈ પટેલ 1977માં પહેલીવાર રાજકોટથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેમણે રાજીનામું આપી દીધું હતું. જે બાદ કેશુબાપાની જનતા મોર્ચાએ સરકારમાં ભાગ લીધો, જ્યાં તેઓ 1978થી 1980 સુધી કૃષિ મંત્રી રહ્યા. એવો પણ સમય આવ્યો જ્યારે પાર્ટીથી નારાજગી સમયે તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ બનાવી. ભાજપને ગુજરાતમાં સત્તા અપાવતાં તેઓ ખુદ મુખ્યમંત્રી બન્યા. તેમના સમયમાં જ નરેન્દ્ર મોદી રાજકારણમાં આગળ વધ્યા. તખ્તાપલટના સમાચાર વચ્ચે જ્યારે તેમણે રાજીનામું આપી દીધું ત્યારે નરેન્દ્ર મોદીને મોકો આપવામાં આવ્યો. મોદીએ કેશુભાઈ પટેલ સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X