ઇઝરાયેલના PM નેતન્યાહૂ અને તેમની પત્નીએ ઉડાવી પતંગ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ ખાતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 6 કલાકની મુલાકાતે છે. જેમાં તે 14 કિલોમીટર લાંબો રોડ શો સમેત ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પણ તેમના મિત્ર તેવા ઇઝરાયેલના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વધુમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ સાથે તેમના પત્ની પણ ગુજરાતની મુલાકાતે છે. અને એરપોર્ટ પરથી સાબરમતી આશ્રમનો 14 કિલોમીટર લાંબો રોડ શો બંને દેશોના વડાપ્રધાને શરૂ કર્યો છે.

modi

નોંધની છે કે 14 કિલોમીટર લાંબા આ રોડ શોમાં રસ્તાની બાજુમાં 50 મંચ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં દેશભરથી આવેલા વિવિધ નૃત્ય અને કલાસંસ્કૃતિની ઝાંખી બંને દેશોના વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવશે. વધુમાં એરપોર્ટથી સાબરમતી જતા કેટલાક રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ઇઝારાયેલના વડાપ્રધાનને જોવા માટે લોકોની મોટી ભીડ પણ રસ્તા પર ઊમટી હતી. આ બાદ બંન્ને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી

સાબરમતી ખાતે પહોંચ્યા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ અને તેમની પત્ની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કરાવી ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાત અહીં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ અને તેમની પત્નીએ કાંત્યો ચરખો. સાથે જ ગાંધીજીને અર્પિત કરી પૃષ્પાજંલિ. 

Benjamin Netanyahu

વધુમાં સાબરમતી નદીના કિનારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂએ પતંગ ઉડાવવાની મજા પણ માણી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે અહીં ઇઝરાયેલના વડાપ્રધાન કાળા રંગની ચમકતી પતંગ થોડીક વાર માટે ઉડાવી હતી. વધુમાં તેમની પત્ની પણ પતંગ ઉડાવવામાં રસ દાખવ્યો હતો. અને થોડી વાર દોરી ખેંચી પતંગ ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીંથી બંને દેશોના વડાપ્રધાન બાવળા આઇ-ક્રિએટ સેન્ટર જઇ તેનું ઉદ્ધાટન કરશે. સાથે જ સાબરકાંઠાના વદરાડ ખાતે હોર્ટીકલ્ચર પાર્કની મુલાકાત લેશે.

kites
English summary
PM Modi, Benjamin Netanyahu arrive in Ahmedabad for roadshow. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.