Pm modi gujarat visit : પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમ
Pm modi gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદના ખોડલધામ ખાતે 5,400 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ગુજરાત પ્રવાસના પહેલા દિવસે 25 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે તેઓ અમદાવાદના ખોડલધામમાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં 65 કિલોમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ અને 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન તેમજ 40 કિલોમીટર લાંબી બેચરાજી-રાણુજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન શામેલ છે.
આ પ્રોજેક્ટ્સથી આ ક્ષેત્રમાં મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને ઝડપી બનશે. કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા પણ શરૂ થશે, જે ધાર્મિક સ્થળોની મુસાફરીને વધુ સુલભ બનાવશે.
આ ઉપરાંત બેચરાજીથી શરૂ થતી કાર-લોડેડ ફ્રેઇટ ટ્રેન સેવા ઔદ્યોગિક વિસ્તારો સાથે કનેક્ટિવિટી સુધારશે અને રોજગારીની તકો ઊભી કરશે.
26 ઓગસ્ટે વડાપ્રધાન હંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ હાઈબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ભારતમાં બનેલા બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEVs) ને 100 દેશોમાં નિકાસ કરવા માટે લીલી ઝંડી આપશે.
વડાપ્રધાન અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ 1000 કરોડના વીજળી વિતરણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ નેટવર્કને આધુનિક બનાવશે અને પાવર આઉટેજ ઘટાડશે.
આ સાથે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિક સરળ બનાવવા માટે મુખ્ય માર્ગ વિસ્તરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. અમદાવાદના રામાપીરના ટેકરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.












Click it and Unblock the Notifications
