ભારતમાં મીની જાપાન જોવાનું સપનુ પૂર્ણ થશે: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

ગુરવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ગાંધીનગરના મહાત્મા મંદિર ગાંધી ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટની શરૂઆત થઇ હતી. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ સમિટમાં પ્રથમ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ જનસભાનું સંબોધન કર્યું હતું અને ત્યાર બાદ પીએમ મોદીએ પણ સંબોધન કર્યું હતું. પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો વાંચો અહીં...

pm modi

5.25 PM: મિત્રતા અને વિશ્વાસની ભાવના સાથે હું વધુમાં વધુ જાપાનીઝ લોકો અને કંપનીઓને ભારતમાં આવી રહેવાનું અને કામ કરવાનું નિમંત્રણ આપું છું.

5.23 PM: હું કહેતો આવ્યું છું કે, 21મી સદી એ એશિયાની સદી છે. આજે એશિયા ગ્લોબલ ગ્રોથના નવા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.

5.24 PM: ભારત પાસે બહોળા પ્રમાણમાં સ્કિલ અને પોટેન્શિયલ છે, જેના ઉપયોગ દ્વારા જાપાન આપણને ખૂબ મોટો ફાયદો કરાવી શકે એમ છે.

5.13 PM: વારાણસી ખાતે આવેલ વારાણસી કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ જાપાનના કોયોટે શહેર અને વારાણસી વચ્ચેના સાંસ્કૃતિક સહકારનું પ્રતિક છે.

5.13 PM: જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ માટે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ચાર સ્થળો ફાઇનલ કરવામાં આવ્યા છે.

5.12 PM: પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જાપાન સાથેનો મારો વ્યક્તિગત સંબંધ દાયકા જૂનો છે. મેં સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની મુલાકાત લીધી હતી. મને ત્યારે ગુજરાતમાં મીની જાપાન જોવાની ઇચ્છા હતી, જે આજે પૂરી થઇ છે. ગુજરાતના ઉદ્યોગો અને સરકારને આજે પણ એ વાતનો હર્ષ છે કે, વાયબ્રન્ટ ગુજરાત સાથે જોડાનાર જાપાન પહેલો સાથી દેશ હતો.

English summary
PM Narendra Modi and Japanese PM Shinzo Abe at India-Japan Summit.
Please Wait while comments are loading...