દ.ગુજરાતની મુલાકાતે રાહુલ, PM પણ પધારશે ગાંધીનગર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હજુ તો સંભળાતા હતા એ પહેલાં જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો વધી ગઇ હતી. હવે ચૂંટણી જાહેર થયા બાદ આ બંને એકસાથે ગુજરાતની મુલાકાત લેનાર છે. જી હા, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને 2 નવેમ્બર અને ગુરૂવારના રોજ ગુજરાતમાં હાજર રહેશે. રાહુલ ગાંધી 1 નવેમ્બર અને બુધવારના રોજ ગુજરાત આવી પહોંચ્યા છે અને તેઓ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં નવસર્જન યાત્રા હેઠળ વિવિધ સ્થળોની મુલાકાત લેનાર છે. તો પીએમ મોદી 2 નવેમ્બર અને ગુરૂવારના રોજ ગુજરાત પધારનાર છે.

Gujarat Election 2017

પીએમ નરેન્દ્ર મોદી 2 નવેમ્બરે ગાંધીનગરની મુલાકાત લેનાર છે. ગાંધીનગરના અક્ષરધામ મંદિરની સ્થાપનાને 2 નવેમ્બરના રોજ 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. આ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ ગુજરાત આવશે. જો કે, તેમનો આ પ્રવાસ માત્ર થોડા જ કલાક પૂરતો સીમિત હોવાનું જાણવા મળ્યું છે. પીએમ મોદી ગુરૂવારે સાંજે ગાંધીનગર પહોંચશે અને રાત્રે જ દિલ્હી પરત ફરી જશે. એ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 4 નવેમ્બરના રોજ ગુજરાત આવી પહોંચશે. 3 નવેમ્બરે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાનો છેલ્લો દિવસ છે, એ પછી 4થી 9 નવેમ્બર દરમિયાન અમિત શાહ વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજનાર છે. આમ, ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં રાજકીય નેતાઓની એક પછી એક મુલાકાતનો દોર શરૂ થઇ ગયો છે.

English summary
Congress VP Rahul Gandhi is on his 3 days Gujarat visit starting 1st November. Meanwhile PM Modi too likey to visit Gandhinagar on 2nd November.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.