કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં હીરાબાને મળ્યા PM મોદી
નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસના બીજા દિવસે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.
હાલ નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ આ તેમની 10મી ગુજરાત યાત્રા છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આે ત્યારે માતા હીરાબા ને અચૂક મળે છે. 7 માર્ચ અને સોમવારના રોજ નરેન્દ્ર મોદીએ ભરૂચ ખાતે ઓપેલ કંપની અને બ્રિજનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા અને એરપોર્ટ પર ટૂંકુ સંબોધન કર્યા બાદ તેઓ સીધા માતા હીરાબાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

ગાંધીનગર ખાતે પોતાના માતા હીરાબા સાથે તેમણે 15 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. હીરાબાને મળવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી નહોતો, આમ છતાં હંમેશની માફક પીએમ મોદી સમય કાઢીને ગાંધીનગર પોતાની માતાને મળવા જઇ પહોંચ્યા હતા અને ત્યાં જઇને તેમના આશિર્વાદ લીધા હતા.












Click it and Unblock the Notifications
