For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવાર(24 ઓક્ટોબર) ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવાર(24 ઓક્ટોબર) ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. આ ઉદઘાટન કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ પીએમ મોદી ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની આજે શરૂઆત કરશે. આ ઉપરાંત અન્ય બે યોજનાઓની શરૂઆત પીએમ મોદી કરશે. જૂનાગઢ જિલ્લામાં ગિરનાર રોપવે અને અમદાવાદ સ્થિત યુએન મહેતા હ્રદયરોગ સંસ્થા અને શોધ કેન્દ્ર સાથે જોડાયેલા બાળકોના હ્રદયરોગ સંબંધિત હોસ્પિટલનુ ઉદઘાટન. પીએમ મોદી આ પ્રસંગે અમદાવાદની હોસ્પિટલમાં ટેલી-કાર્ડિયોલૉજી માટે મોબાઈલ એપ્લીકેશન સર્વિસને પણ લૉન્ચ કરશે.

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજના સિંચાઈ માટે દિવસના સમયે વિજળીની આપૂર્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી લાવવામાં આવી રહી છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાત સરકાર ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી વિજળીની સપ્લાઈની જોગવાઈ કરશે. યોજનાના પહેલા તબક્કામાં ગુજરાતના પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પાટણ, ગિર-સોમનાથ અને મહિસાગર જિલ્લાને જ શામેલ કરવામાં આવશે. બાદમાં બાકી અન્ય જિલ્લાઓને પણ આ યોજના હેઠળ આવનારા બે-ત્રણ વર્ષોમાં શામેલ કરી લેવામાં આવશે.

ગિરનાર રોપવે

ગિરનાર રોપવે

જૂનાગઢ જિલ્લા પાસે પવર્ત પર હાલમાં જ ગિરનાર રોપવે બનીને તૈયાર કરવામાં આવ્યો છે. પહાડ પર અંબામાંનુ મંદિર સ્થિત છે. લગભગ 2.13 કિલોમીટરનુ અંતર કાપીને લોકો રોપવેથી મંદિર સુધીની સફર માત્ર 8 મિનિટમાં પૂરુ કરી શકે છે.

30 અને 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ગુજરાત પ્રવાસ

30 અને 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ગુજરાત પ્રવાસ

પીએમ નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે હશે. આ દરમિયાન 30 ઓક્ટોબરે પીએમ મોદી અમદાવાદમાં સાબરમતી નદી પર સી પ્લેનનુ ઉદઘાટન કરશે. વળી, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિના પ્રસંગે સરદાર સરોવર બાંધ કેવડિયા કૉલોની પહોંચશે. પીએમ મોદી આ દિવસે સ્ટેચ્યુ ઑફ યુનિટી પણ જશે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવશે.

જેમના જમાઈ બીજાની જમીન ખાઈ જાય એ બીજાની જમીન શું બચાવશે?જેમના જમાઈ બીજાની જમીન ખાઈ જાય એ બીજાની જમીન શું બચાવશે?

English summary
PM Modi to inaugurate 3 projects in Gujarat today through video conferencing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X