For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : 20 થી 22 નવેમ્બર સુધીમાં ગુજરાત પ્રવાસે આવશે PM મોદી , રેલી અને રોડશો કરશે

Gujarat Assembly Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 22 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે આવશે. આ સમય દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રેલી અને રોડશોનું આયોજન કરશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 22 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે આવશે. આ સમય દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રેલી અને રોડશોનું આયોજન કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર થી સુરત સુધીમાં 8 કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ 20 નવેમ્બરના રોજ સોમનાથ મંદિરે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા બાદ સૌરાષ્ટ્રમાં ચાર રેલીને સંબોધિત કરશે. આ સાથે સાથે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં 3 રેલીનું આયોજન કરશે.

જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ 89 રેલીઓને સંબોધશે

જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ 89 રેલીઓને સંબોધશે

ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપ શુક્રવારના રોજ 89 વિધાનસભા મતવિસ્તારોમાં રેલીઓ કરશે. આ રેલીઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે.

ઇટાનગરમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

ઇટાનગરમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. એરપોર્ટનું નામ અરુણાચલ પ્રદેશમાં સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) માટે વર્ષો જૂના સ્વદેશી આદરને દર્શાવે છે.

આ કામોનું કરશે લોકાર્પણ

આ કામોનું કરશે લોકાર્પણ

આ સાથે 640 કરોડના ખર્ચે બનેલા આ એરપોર્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશમાં વેપાર અને પ્રવાસન વધારશે. વડાપ્રધાન મોદી 8,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત અરુણાચલ પ્રદેશમાં 600 મેગાવોટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

English summary
PM Modi will visit Gujarat from November 20 to 22, will hold a rally and roadshow for Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X