For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીનો બે દિવસનો કાર્યક્રમ શું છે. વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 66માં જન્મદિવસ નિમિત્તે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર છે. નોંધનીય છે કે 20 દિવસમાં બીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે તેમના આગમન પહેલા જ ગુજરાત સરકાર દ્વારા સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમગ્ર કાર્યક્રમ શું છે જાણો અહીં..

Birthday Special: જ્યોતિષ મુજબ મોદીનું 2017 વર્ષ કેવું રહેશે?Birthday Special: જ્યોતિષ મુજબ મોદીનું 2017 વર્ષ કેવું રહેશે?

narendra modi

શુક્રવારે રાતે અમદાવાદ ખાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર રાતે 9 વાગ્યાની આસપાસ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જન્મદિવસની પૂર્વ સંધ્યા પર તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ મોદી ગાંધીનગર તરફ પ્રયાણ કરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

narendra modi

17મી સવાર
17મી સપ્ટેમ્બર એટકે પીએમ મોદીના જન્મદિવસની સવારે નરેન્દ્ર મોદી તેમની માતા હિરાબાના આશીર્વાદ લેવા તેમના નાના ભાઇ પંકજના ઘરે જશે અને પરિવાર સાથે થોડાક સમય વીતાવશે.

narendra modi

11 વાગે લીમખેડા જવા નીકળશે
લગભગ 11 વાગે તે દાહોદ જિલ્લાના લીમખેડા જવા રવાના થશે. જ્યાં તે લીમખેડા સિંચાઇ યોજનાનું ઉદ્ધાટન કરશે અને જન મેદનીને સંબોધિત કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન તરીકે મોદી 35 વર્ષ બાદ લીમખેડા આવી રહ્યા છે. આ પહેલા પીએમ ઇન્દિરા ગાંધી લીમખેડા આવ્યા હતા.

narendra modi

નવસારી કાર્યક્રમ
ત્યાંથી લગભગ 1:30 વાગે નવસારી રવાના થશે. 3 વાગ્યા જેવા નવસારી પહોંચી તે 11 હજાર દિવ્યાંગોને મળશે. અને તેમને કીટનું વિતરણ કરશે.

narendra modi

સાંજે દિલ્હી જવા રવાના
જે બાદ નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય બિઝનેસ મેન મુકેશ અંબાણી, કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને જસ્ટીસ ઠાકુર પણ તેમના વ્યક્તિગત કામોથી ગુજરાતની મુલાકાત પર છે. ત્યારે આટલા બધા વીવીઆઇપી લોકોની મુલાકાતને જોતા ગુજરાતમાં ભારે સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં છે.

English summary
pm narendra modi's 2 days programme details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X