For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Narendra Modi Mother passes away: હીરાબાના સંઘર્ષની કહાની, માના જીવનથી પીએમ મોદી લેતા પ્રેરણા

અહીં જાણો હીરાબાના 100 વર્ષના જીવનના સંઘર્ષની કહાની.

|
Google Oneindia Gujarati News

Narendra Modi Mother passes away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માાતા હીરાબાનુ આજે એટલે કે શુક્રવારે સવારે નિધન થઈ ગયુ. તેમની તબિયત બગડ્યા બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ 100 વર્ષના હતા. તેમને શ્વાસ લેવાની તકલીફ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિધન બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને નિધનના સમાચાર આપ્યા. આવો જાણીએ તેમના 100 વર્ષના જીવનના ઉતાવ-ચડાવ અને સંઘર્ષની કહાની.

heeraba

માત્ર 15-16 વર્ષની ઉંમરે થઈ ગયા લગ્ન

હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ મહેસાણામાં વિસનગરના પાલનપુરમાં થયો હતો. તેઓ લગ્ન પછી વડનગર શિફ્ટ થયા હતા. માત્ર 15-16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ ગયા હતા. ઘરની આર્થિક અને પારિવારિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમને ભણવાનો મોકો ના મળ્યો. પરંતુ પોતાના બાળકોને ભણાવવા માટે તેઓ બીજાના ઘરોમાં કામ કરવા જતા હતા. તેમણે ફી ભરવા માટે ક્યારેય કોઈની પાસેથી ઉધાર પૈસા નહોતા લીધા. હીરાબા ઈચ્છતા હતા કે તેમના બધા બાળકો ભણી-ગણીને શિક્ષિત બને.

હીરાબાને આખુ ગામ ડૉક્ટર કહેતા

હીરાબાના લાંબા જીવનનુ રહસ્ય તેમનો સંઘર્ષ હતુ. તેમની અનુશાસિત દિનચર્યાનુ પીએમ મોદી પણ પાલન કરે છે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યુ હતુ કે, 'હીરાબા દરેક પ્રકારના ઘરેલુ ઉપચારો જાણતા હતા. તેઓ વડનગરના નાના બાળકો અને મહિલાઓના ઈલાજ કરતા હતા. ઘણી મહિલાઓ પોતાની મુશ્કેલી હીરાબાને જણાવતી હતી. તેઓ ભલે અભણ હતા પરંતુ આખુ ગામ તેમને ડૉક્ટર કહેતા હતા.'

બાળકોને મોટા કરવા બીજાના ઘરે કામ કરવા જતા

હીરાબાની દિનચર્ચા સવારે 4 વાગ્યાથી શરુ થતી. પીએમ મોદીના માતા હીરાબા સવારે અને સાંજે બે વાર કૂવામાંથી પાણી ખેંચીને લાવતા હતા. કપડા ધોવા માટે તળાવ પર જતા. તેઓ હંમેશા ઘરનુ જ ભોજન જમતા. બહારનુ જમવાનુ ન ખાતા. જો કે હીરાબાને આઈસક્રીમ ખૂબ ભાવતી. ત્યારબાદ તેઓ સૌથી પહેલા ઘરના કામ પતાવી પછી બીજાના ઘરના કામ કરવા જતા હતા. તેઓ બાળકોને મોટા કરવા ખૂબ કઠોર મહેનત કરતા.

હીરાબાનુ બાળપણ ગરીબી અને અભાવોમાં વીત્યુ

હીરાબાના 100માં જન્મદિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બ્લૉગમાં માહિતી આપીને કહ્યુ હતુ કે મહેસાણાના વિસનગરના પાલનપુરમાં હીરાબાનો જન્મ થયો હતો. નાની ઉંમરે હીરાબાએ પોતાની માતાને સ્પેનિશ ફ્લૂ મહામારીમાં ગુમાવી દીધા. હીરાબાને પોતાની માનો ચહેરો પણ યાદ નથી. તેઓ સ્કૂલે પણ નહોતા જઈ શક્યા. તેમનુ બાળપણ ગરીબી અને અભાવોમાં વીત્યુ. પીએમ મોદીએ એમ પણ લખ્યુ હતુ કે તેમની માતા ઘરનુ કામ કરવા ઉપરાંત ઘરની આવક પૂરી કરવા માટે બીજાના ઘરોમાં વાસણ ઘસવા જતા અને ચરખો પણ ચલાવતા હતા. પીએમ મોદીએ પોતાના બ્લૉગમાં વડનગરના એ નાના ઘરને યાદ કર્યુ જે ઘર માટીથી બનેલુ હતુ.

હીરાબા મોદી હતા ખૂબ જ ધાર્મિક

પ્રહલાદ મોદીએ જણાવ્યુ હતુ કે હીરાબા ખૂબ જ ધાર્મિક છે અને તેઓ હંમેશા કહે છે કે પોતાનુ જીવન દેશની સેવામાં લગાવવુ જોઈએ. તેઓ ભણેલા નહોતા પરંતુ તેમના પતિ તેમના ધાર્મિક પુસ્તકો વાંચવા આપતા. તેઓ આખો દિવસ કામ કરતા. પીએમ મોદીના 18 કલાક કામ કરવાની પ્રેરણા તેમના માથી જ મળી છે. હાટકેશ્વર મહાદેવ મંદિરના મહારાજ ષષ્ટી નિરંજનસિંહ રાવલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે તેઓ શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં મંદિરે આવતા, પૂજા કરતા અને મને પણ આશીર્વાદ આપતા.

English summary
PM Narendra Modi's mother Heeraben Modi passes away, Know her profile in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X