For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથમાં કરશે ઘણી પરિયોજનાઓનુ ઉદ્ઘાટન, જાણો કરોડોના ખર્ચે શું બનશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સોમનાથમાં વિવિધ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

|
Google Oneindia Gujarati News

સોમનાથઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સોમનાથમાં વિવિધ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન કરાનાર પરિયોજનાઓમાં સોમનાથ પ્રોમેનેડ, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના સોમનાથના મંદિર પરિસરનુ પુનર્નિમાણ શામેલ છે. ગુજરાત સરકાકરના એક અધિકારીએ જણાવ્યુ કે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી પાર્વતી મંદિરની આધારશિલા પણ મૂકશે.

સોમનાથ રિસોર્ટનો વિકાસ

સોમનાથ રિસોર્ટનો વિકાસ

સોમનાથ રિસોર્ટને પ્રસાદ(તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન અભિયાન) યોજના હેઠળ કુલ 47 કરોડ રૂપિયાથી વધુની કિંમતે વિકસિત કરવામાં આવ્યુ છે. વળી, પર્યટક સુવિધા કેન્દ્રના પરિસરમાં તૈયાર સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના ખંડિત ભાગો અને જૂની સોમનાથની નાગર શૈલીના મંદિર વાસ્તુકલાવાળી મૂર્તિઓને પ્રદર્શિત કરે છે. અધિકારીના જણાવ્યા મુજબ જીના સોમનાથ મંદિર પરિસરના પુનર્નિમાણ કાર્યને સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3.5 કરોડ રૂપિયાના ખર્ચ સાથે પૂરુ કરવામાં આવ્યુ છે. આ મંદિરને અહલ્યાબાઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણકે આને ઈન્દોરની રાણી અહલ્યાબાઈએ બનાવડાવ્યુ હતુ. બાદમાં કે ખંડેર બની ગયુ હતુ. તીર્થયાત્રીઓની સુરક્ષા તેમજ પર્યટનને ધ્યાનમાં રાખીને પ્રાચીન મંદિર પરિસરનો સમગ્ર રીતે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.

પાર્વતી મંદિર પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ

પાર્વતી મંદિર પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ

પાર્વતી મંદિરનુ નિર્માણ 30 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યુ છે. આમાં સોમપુરા સલાત શૈલીમાં મંદિર નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ શામેલ છે. આ મંદિર સોમનાથ મંદિર પાસે જ છે અને પ્રધાનમંત્રી મોદી તેની આધારશિલા મૂકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાઅી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.

રણ પરિયોજનાઓનુ ઉદઘાટન

રણ પરિયોજનાઓનુ ઉદઘાટન

સરકારની જાહેરખબરમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જનહિતમાં જે ત્રણ પરિયોજનાઓનુ ઉદઘાટન કરવાનુ છે તેમાં 49 કરોડ રૂપિયાની કિંમતે નિર્મિત એક કિલોમીટર લાંબુ સમુદ્ર દર્શન પગપાળા માર્ગ શામેલ છે. વળી, મંદિરની પાછળનો રસ્તો રંગીન રોશની, આધ્યાત્મિક ચિત્રો અને બેંચોતી સજાવવામાં આવ્યો છે. જેને સમુદ્ર દર્શન કહેવામાં આવી રહ્યુ છે. પર્યટકો અહીં બેસીને અરબ સાગરની સુંદરતાને નિહાળી શકે છે.
પ્રધાનમંત્રી 75 લાખ રૂપિયાની કિંમતે નવનિર્મિત સોમનાથ પ્રદર્શન ગેલેરીનુ પણ ઉદ્ઘાટન કરશે. ઐતિહાસિક સોમનાથ મંદિરન ગૌરવશાળી ઈતિહાસને પ્રદર્શિત કરવા માટે આમાં પ્રાચીન કલાકૃતિઓ અને દસ્તાવેજોનો વિશાળ સંગ્રહ છે. મોદી મુખ્ય મંદિર સામે જૂના સોમનાથ મંદિરમાં હાલમાં પુનર્નિમિત અહલ્યાબાઈ હોલ્કર મંદિરનુ પણ ઉદ્ઘાટન કરશે.

English summary
PM Modi to inaugurate multiple projects in Somnath gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X