For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમની ભાવનગર મુલાકાત ટાણે શક્તિસિંહે યાદ કરાવ્યા જૂના વચનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે હતા. ત્યારે, તેમની મુલાકાત વેળાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને તેમના કેટલાક જૂના વાયદાઓની યાદ અપાવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે હતા. ત્યારે, તેમની મુલાકાત વેળાએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને તેમના કેટલાક જૂના વાયદાઓની યાદ અપાવી હતી. શક્તિસિંહે જણાવ્યું હતુ કે, ભાવનગરની પરંપરા છે કે અતિથીને આવકારીએ છીએ પરંતુ હાલના વડાપ્રધાન સત્તાધીશ તરીકે જયારે જયારે ભાવનગર આવ્યા છે ત્યારે ત્યારે જે મોટી મોટી વાતો કરીને ગયા હતા તેમાંથી કશું જ થયું જ નથી તેનો હિસાબ વડાપ્રધાને આપવો જોઇતો હતો.

shakti singh gohil

વડાપ્રધાને ભૂતકાળમાં જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ભાવનગર બની જશે અહીં કલ્પસર યોજના બનશે અને કલ્પસરની પાળી ઉપરથી ગેસની પાઈપલાઈન તથા પાણીની પાઈપલાઈન આવશે અને એજ પાળીઓ ઉપરથી ટ્રેન અને મોટો હાઈવે પણ પ્રસાર થશે અને કલ્પસરએ માત્ર ભાવનગર નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની કાયાપલટ કરી નાંખશે. આ જાહેરાતને આજે વર્ષો વીત્યા છતા અહિયાં આગળ એક ઈંટ પણ કલ્પસરની મુકાઈ નથી. ૨૦૦૮માં ભાવનગર આવ્યા ત્યારે કહ્યું હતું કે, ઘોઘા, તળાજા અને વલ્લભીપુર ખાતે મોટા GIDC બનાવવામાં આવશે અને તેની હું જાહેરાત કરું છુ. જે હજુ બન્યું નથી. મીઠીવીરડી (સરતાનપર) ને સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપી દેવામાં આવશે, પરંતું, મીઠીવીરડીને કોઈ દરજ્જો મળ્યો નથી. ખાનગી કંપનીઓના ૨૦૦૦ કરોડના રોકાણ આવશે અને હજારો લોકોને નવી રોજગારી મળી જશે. પરંતું, હજું લોકો રોજગારી ઝંખે છે.

ભાવનગર ખાતે મરીન યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવશે, પરંતું, કોઈ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી નથી. આપણા વચને શૂરા વડાપ્રધાને આવાં સેંકડો વાયદા કર્યા છે. પરંતું, કોઇ કાર્ય કર્યા નથી. ફરી ચૂંટણી સમયે વડાપ્રધાન માત્ર જાહેરાતો નહીં પરંતુ નક્કર કામો કરે તેવી માંગ શક્તિસિંહે કરી હતી.

English summary
PM's visit to Bhavnagar, Shaktisingh reminded the old promises!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X