For Quick Alerts
For Daily Alerts
લૂંટ રોકવા માટે વડાપ્રધાને સાહસ બતાવવું જોઇએ: મોદી
અમદાવાદ, 15 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ પર પ્રહારો ચાલુ રાખતાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્રારા લૂંટને રોકવા માટે સાહસ બતાવવું જોઇએ. તેમને રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ લાગેલા આરોપોને ટાંકતાં કહ્યું હતું કે જે રીતે ભ્રષ્ટાચારની હારમાળા સામે આવી રહી છે એવા સમયે આપણા વડાપ્રધાન આ લૂંટને રોકવા માટે સિંઘમ બને.
પરંતુ જમાઇજી ભ્રષ્ટાચારના આરોપો સામે ઝઝૂમી રહ્યાં ત્યારે લોકોને વિશ્વાસ નથી આવતો કે તે વડાપ્રધાન મનમોહન સિંહ કેવી રીતે સિંઘમ બની શકે. પાકિસ્તાનની સીમાએ આવેલા બનાસકાંઠાના વિકાસના મુદ્દે મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતનો વિકાસનો એવો વિકાસ કરીશ કે સરહદની પેલે પાર આવેલી પાકિસ્તાન સરકારને પણ ઇર્ષા થશે.