11 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો

Subscribe to Oneindia News

ભાવનગર ના માઢીયા ગામે પિતાના મિત્રએ 11 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો, બોટાદ તાલુકાના નાગલપર ગામનો રહેવાસી ગગજી જોગરાણા પોતાના મિત્રને ત્યાં ભાવનગરના માઢીયા ગામે આવ્યો હતા. અવાર નવાર ઘરે આવતા ગગજીના મિત્રને ખબર નહતી કે તે જ તેની પુત્ર સાથે આટલું નીચ કૃત્ય કરશે. 26 માર્ચના રોજ જયારે માઢીયા ગામે આવેલ ગગજીએ રાત્રે મિત્રની પુત્રીને છાશ લેવા જવાના બહાને ટુ વ્હીલર પર લઇ જઈ બાળકીને પોતાના હવસ શિકાર બનાવી અવાવરું જગ્યાએ બાળકીને મૂકી ફરાર થઇ ગયો હતો.

bhavnagar

જયારે બાળકી ઘરે આવી તો તેણે માતા - પિતાને જાણ કરી. ત્યારે તેમના માથે આભ તૂટી પડ્યું હતું. જે બાદ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી. અને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી હતી.

માઢીયા ગામમાં 11 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બન્યા પછી ગ્રામજનો દ્વારા પણ આરોપીને ત્વરિત ઝડપી પાડવા કલેકટર અને એસ.પીને રજૂઆત કરવામાં હતી. જે બાદ પોલીસે અલગ - અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. અને આરોપીને બોટાદ ખાતેથી પકડી પાડ્યો હતો. જે બાદ હાલ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

English summary
Police arrested the rapist, who raped 11 year minor girl at Bhavnagar. Read here more
Please Wait while comments are loading...