પોલીસના મેમો માં છેડછાડ કરનાર આરટીઓ એજન્ટની પોલીસે ધરપકડ કરી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

પોલીસ મેમો માં છેડછાડ કરનારની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે રખિયાલમાં આવેલી કલધરી મસ્જિદ પાસે રહેતા વસીમ રાજપૂત સીએનજી રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 30મી માર્ચના રોજ સારંગપુર બ્રિજ પાસે પોલીસે વસીમની રીક્ષા ડિટેઇન કરી હતી. જોકે આ રીક્ષા આરટીઓ માંથી છોડાવવાની હોવાથી તે વસ્ત્રાલ આરટીઓ માં ગયા હતાં. જ્યાં તેની મુલાકાત વિશાલ તિવારી સાથે થઈ હતી. વિશાલે વસીમને રીક્ષા છોડાવવા માટેની ખાતરી આપી હતી અને આ માટે ચાર હજાર રૂપિયા ની મંગણી કરી બે હજાર એડવાન્સ અને મેમો આપ્યો હતા. બાદમાં એક દિવસ પછી વિશાલે કહ્યું હતું કે તમારી રીક્ષા ની પરમીટ પુરી થઈ ગઈ છે જેથી પાંચ હજાર વધારે આપવા પડશે. પણ વસીમને શક જતા મેમો અને પૈસા પરત લઈ લીધા હતા.

police

પછી વસીમ ફરીથી સારંગપુર પોલીસ ચોકી ગયો હતો અને પોલીસ ને વિનંતી કરી હતી કે રીક્ષા છોડાવવા માં તે મદદ કરે. અથવા મેમો કોર્ટમાં ટ્રાન્સફર કરી આપે જેથી તે ત્યાં નાણાં ભરી રીક્ષા છોડાવી શકે. જેથી પોલીસે મેમો ચેક કર્યો ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા કારણકે મેમો માં છેડછાડ કરવામાં આવી હતી અને મોટર વહીકલ એકટ ની કલમ ભૂંસી તેના બદલે 184 અને 119 લખી હતી અને બીજા સુધારા કર્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ ટ્રાફિક પોલિસે વસીમની પૂછપરછ કરતા તેણે સ્વીકાર કર્યો હતો કે તેને જ આ છેડછાડ કરી હતી. જેના આધારે અંગે અમરાઇવાડી પોલીસે વિશાલ તિવારી વિરુઘ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ માની રહી છે કે તેણે અગાઉ પણ આ પ્રકાર ની હરકત કરી હોવાની શકયતા છે.

English summary
Police arrested the RTO agent, who was changing the police memo

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.