હાર્દિક પટેલ પર એક પછી એક ગેરકાયદેસર સભા યોજવા ફરિયાદ નોંધાઇ

Subscribe to Oneindia News

પાટણ: જિલ્લામાં સિદ્ધપુર અને લણવા ખાતે વિધાનસભાની ચૂંટણી અગાઉ પાસના કન્વીનર હાર્દિક પટેલે સભાઓ સંબોધી હતી પણ તેમાં તંત્રની મંજૂરીની શરતોનો ભંગ કરવા બદલ આઇપીસી કલમ 188 અને 114 મુજબની ફરિયાદો એક મહિના પછી સિદ્ધપુર અને ચાણસ્મા પોલીસ સ્ટેશને મામલતદાર દ્વારા કરવામાં આવી છે. જેમાં અન્ય બે શખ્સોને મદદગારીમાં ફરિયાદમાં લેવાયા છે.

Hardik Patel

સિદ્ધપુરના ગાગલાસણ રોડ પર એપલ રેસીડેન્સી ખાતે 10 ડિસેમ્બરે પાટીદાર સમાજની જાહેર સભા કરવા માટે મંજૂરી મેળવવામાં આવી હતી. પણ હાર્દિક પટેલે સાંજે 16 થી 18 કલાક સુધી સભા સંબોધીને પરવાનગીની શરતોનો ભંગ કર્યો હતો અને તેમાં કુંવારા ગામના ગૌરવભાઇ રમેશભાઇ પટેલ મદદગારી હોવાની ફરિયાદ મામલતદાર હરીશભાઇ વસંતભાઇ ગોરએ નોંધાવી છે. જેમાં પીએસઆઇ વી.એસ.ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. આજ રીતે ચાણસ્મા તાલુકાના લણવા ખાતે તેજ દિવસે સાંજે 19 થી 21 કલાક સુધી તુલસી હોટલ સામે મેદાનમાં શરતોનો ભંગ કરી રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કર્યુ હતું. પણ તેમાં તેઓને બિન રાજકીય સભા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે શરતનો ભંગ કર્યો હતો. તેમાં લણવા ગામના યોગેશભાઇ પ્રહલાદભાઇ પટેલે મદદગારી કરી હતી. જે અંગે ચાણસ્મા મામલતદાર કિશોરભાઇ ગુલાબભાઇ ગઢવીએ ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પીઆઇ પ્રિયદર્શી તપાસ ચલાવી રહ્યા છે.

English summary
Police filed complaint filed against Hardik Patel for conducting an illegal Public meeting

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.