સોસાયટીઓના સીસીટીવી સરપ્રાઇઝ ચેક કરીને પણ પોલીસ કરશે કાર્યવાહીઃ શિવાનંદ ઝા
કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનનો લોકો ચુસ્ત અમલ કરે અને ઘરમાં જ રહીને આ સંક્રમણનો સામનો કરે તે માટે પોલીસતંત્ર સતત પ્રયાસ કરી રહ્યુ છે. પોલીસે હવેથી રાજ્યના હોટ સ્પોટ વિસ્તારો અને ક્લસ્ટર કન્ટેન્ટમેન્
કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનનો લોકો ચુસ્ત અમલ કરે અને ઘરમાં જ રહીને આ સંક્રમણનો સામનો કરે તે માટે પોલીસતંત્ર સતત પ્રયાસ કરી રહ્યુ છે. પોલીસે હવેથી રાજ્યના હોટ સ્પોટ વિસ્તારો અને ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટવાળા ક્ષેત્રો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. 'આ પ્રકારના વિસ્તારોમાં વધુ ફોકસ કરીને બેરિકેટીંગ કરવા સાથે ચેકપોસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. એટલું જ નહિ, શહેરોમાં જયાં-જ્યાં સીસીટીવી કે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શક્ય નથી ત્યાં ધાબા પોઇન્ટ બનાવીને જરૂરી સર્વેલન્સની કાર્યવાહી પણ સઘન કરાશે.

લોકડાઉનનો ભંગ કરનાર સામે કરશે કાર્યવાહી
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ કે, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ન ખોરવાય અને તેની સપ્લાય ચેઇન સતત ચાલુ રહે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો પણ પોલીસ સતત કરતી રહેશે. ડ્રોન-સીસીટીવી મારફત તો સર્વેલન્સ ચાલુ જ રહેશે. પરંતુ, હવેથી સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનું રેન્ડમ ચેકીંગ કરીને પણ લોકડાઉનનો જો ભંગ થતો જણાશે તો તે લોકો સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવશે.

ગ્રામિણ વિસ્તારોમાં ગ્રામ મિત્રની લેવાશે મદદ
ત્યારે, ગ્રામ્ય સ્તરે પોલીસ દ્વારા નિયુક્ત ગ્રામ મિત્રની મદદથી લોકડાઉનનો ભંગ કરતુ હોય તેની સામે કાર્યવાહી કરવા તથા ગામમાં જો કોઈને કોરોનાના લક્ષણો દેખાય તો પોલીસ ગ્રામમિત્રની મદદથી આરોગ્ય વિભાગને જાણ કરીને આવી વ્યક્તિની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યમાં બે ગુનાઓ એવા સામે આવ્યા છે, જેમાં જે-તે આરોપીએ નકલી દસ્તાવેજોના આધારે નકલી પાસ બનાવ્યા હતા. વલસાડ અને ભરૂચ પોલીસને ધ્યાને આવેલા આ પ્રકારના વ્યક્તિઓ સામે લોકડાઉન ભંગ ઉપરાંત બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અને ગુનાઇત કાવતરા સહિતની કડક કલમો લાગુ પાડીને ગુન્હા નોંધવામાં આવ્યા છે. લોકડાઉનના આ સમયમાં હાઈ-વે ઉપર પણ પેટ્રોલિંગ સખત બનાવીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ડ્રોન સર્વેલન્સથી 5000 જેટલા નોંધાયા ગુના
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા વિવિધ ગુનાઓ અંગેની માહિતી આપતા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ડ્રોનથી ગઇકાલે ૪૩૮ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ડ્રોન સર્વેલન્સ મારફતે કુલ ૪૯૦૧ ગુનાઓમાં ૧૦,૮૪૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઇ કાલે ૬૮ ગુનાઓ નોંધીને ૧૧૧ લોકોની અટકાયત કરવામાં આવી છે. જયારે, અત્યાર સુધીમાં ૭૭૪ ગુનાઓ નોંધીને ૧૩૦૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોશ્યિલ મીડિયા દ્વારા ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવીને ગેરમાર્ગે દોરવા સંદર્ભે ગઇ કાલે ૨૩ ગુના મળી અત્યાર સુધીમાં ૨૫૩ ગુના સાથે ૪૭૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, અફવા ફેલાવતા પાંચ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પણ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. વિડીઓગ્રાફી દ્વારા ૫૪ તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન મારફત ૨૯ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પીએમ મોદીનુ કાલે 10 વાગે સંબોધન, લૉકડાઉન લંબાવવા અંગે કરી શકે છે એલાન
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
