For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે ગુજરાતમાં કેમ બદલવી પડી આખી સરકાર? શું છે પોલિટિકલ ગેમ?

ભાજપે ગુજરાતમાં કેમ બદલવી પડી આખી સરકાર? શું છે પોલિટિકલ ગેમ?

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ગઈ છે, મુખ્યમંત્રી સહિત આખા મંત્રિમંડળે શપથ લઈ લીધા, જો કે નવા મંત્રિમંડળમાં પાછલી સરકારના એકેય મંત્રીને જગ્યા આપવામાં આવી નથી. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પત્તું પણ કપાયું. આ હિસાબે પણ આ વખતેની સરકાર રચના અતિ મહત્વની માનવામાં આવી રહી છે. કેમ કે નરેન્દ્ર મોદી બાદ આનંદીબેન પટેલ સીએમ બન્યાં હતાં અને તેમના બાદ વિજય રૂપાણીએ ખુરશી સંભાળી હતી, તે સમયે પણ જૂના ચહેરાઓને જગ્યા આપવામાં આવી હતી, પરંતુ આ વખતે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જેની પાછળનાં કેટલાંક કારણો અહીં જણાવવામાં આવ્યાં છે.

પાટીદાર છે ભૂપેન્દ્ર પટેલ

પાટીદાર છે ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં પાટીદાર સમુદાયને ભાજપનો કોર વોટબેંક માનવામાં આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં આ સમાજ ભાજપથી વિખુટો પડતો જઈ રહ્યો છે. જેનું પરિણામ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ સ્થનિક ચૂંટણીમાં જોવા મળ્યું. આમ આદમી પાર્ટીએ સુરત જેવા ભાજપના ગઢમાં જબરી બઢત હાંસલ કરી, અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ.

કેશુભાઈ પટેલના નિધન બાદ ભાજપમાં પાટીદાર સમુદાયનો એવડા કદનો મોટો નેતા નહોતો રહ્યો. આનંદીબેન પટેલ ગુજરાતથી બહાર છે. સાથે જ યુવા પાટીદાર નેતા પોતાના સમુદાયથી સીએમ બનાવવાની માંગ ખુલ્લેઆમ કરી રહ્યા હતા.આ હિસાબે ભાજપે ભૂપેન્દ્ર પટેલ તરીકે પાટીદાર ચહેરાના નામ પર આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં જવાનો ફેસલો કર્યો.

પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો?

પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો?

નરેન્દ્ર મોદી પીએમ બન્યા અને અમિત શાહ કેન્દ્રની રાજનીતિમાં ગયા બાદ રાજ્યમાં પાટીદાર આંદોલન થયું. ભાજપે 2017માં મોદી-શાહ વિના વિધાનસભા ચૂંટણી લડી, ત્યારે ભાજપની સીટ ઘટીને 99 રહી ગઈ હતી. હવે પાર્ટી 2022ની ચૂંટણીમાં કોઈ જોખમ નથી ઈચ્છતી.

સૌથી મોટો સવાલ છે કે ભાજપ મુખ્યમંત્રી બદલવામાં મોટા અથવા ચર્ચિત ચહેરાઓની જગ્યાએ લો પ્રોફાઈલ નામો પર ભરોસો કેમ જતાવી રહી છે. ચૂંટણી પહેલાં એન્ટી ઈનકંબેંસી ફેક્ટરને પગલે પાર્ટી સીએમ અને મંત્રીઓને બદલવાનો દાવ ખેલે છે. આ દરમિયાન નેતૃત્વમાં બદલાવથી પાર્ટીમાં અસંતોષ પેદા ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ચર્ચિત ચહેરાઓની પોતાની લૉબી હોય છે, એવામાં કોઈ એકને કમાન આપવાથી બીજો પક્ષ નારાજ થઈ શકે છે. જેનું નુકસાન પાર્ટીએ ઉઠાવવું પડી શકે છે.

સૌને સાધવાની કોશિશ

સૌને સાધવાની કોશિશ

નવા મંત્રિમંડળમાં 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ, 1 દલિત અને 1 જૈન સમુદાયના ધારાસભ્યને જગ્યા આપવમાં આવી છે. આવી રીતે ક્ષેત્રના હિસાબે પણ મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી પહેલાં એક રીતે નવા સ્વરૂપમાં બધાને સાધવાની કોશિશ કરાઈ હોય તેવું જણાઈ રહ્યું છે.

English summary
political game behind no repeat theory of bjp in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X