પોરબંદર નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમના દરોડા

Subscribe to Oneindia News

રાજ્યભરમાં આરોગ્ય વિભાગની એક્શનમાં આવી ગઈ છે મેટ્રો સીટી હોય કે તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમ, તમામ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજે પોરબંદર શહેરમાં નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ટીમને ફ્રુટ માર્કેટ માંથી ચેકિંગ દરમ્યાન કાર્બાઈડથી પકવતા કેરી અને ફ્રુટ મોટી સંખ્યામાં મળી આવતા નાશ કરવામાં આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

mango raid

જેમ - જેમ ગરમીનો પારો વધતો જાય છે. જેને લઇ ખાવાની વસ્તુઓ જલ્દી બગડી જાય છે. અખાદ્ય વસ્તુને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથધરવામાં આવે છે. પૈસાની લાલચમાં કેટલાક વેપારીઓ અખાદ્ય વસ્તુ પણ વેચતા હોય છે જેના પર અંકુશ મેળવવા માટે આરોગ્ય વિભાગ સતત ચેકિંગ હાથધરે છે. જે આવકારવા લાયક છે. તો તમે પણ કેરી ખાઇ રહ્યા હોવ તો ચકાસીને ખાજો.

English summary
Porbandar: food department raids at fruit market. Read more news on this.
Please Wait while comments are loading...