For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિભક્તો પૂજ્ય સ્વામીશ્રીના અંતિમ વિધીના દર્શન કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા

|
Google Oneindia Gujarati News

આજે સારંગુપર ખાતે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યારે સ્વામી બાપાની અંત્યેષ્ઠી વિધીના દર્શન સૌ કરી શકે તે માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. બીએપીસએના સંત અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે પૂજ્ય પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કારની વિગતો આપતા જણાવ્યું હતું કે, સવારે ૧૧ કલાકે હાલ બાપાને જ્યાં ભાવિકોના અંતિમ દર્શનાર્થે બિરાજમાન કરાયા છે તે ગુરુમંડપમાંથી મંદિરમાં તેમના નિવાસ સ્થાને લઈ જવાશે. ત્યાં વૈદિક પૂજન કરવામાં આવશે.

ત્યારબાદ બપોરે ૩ કલાકે મુખ્ય મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની મધ્યમાં તૈયાર કરાયેલા વિશાલ ઓટલા પર સ્વામીજીનો દેહ પધરાવાશે. જ્યાં અંતિમ પૂજન કરવામાં આવશે. બાપાની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરાશે.

pramukh swami

જ્યારે ચંદનનું લાકડું માત્ર પ્રતિક સ્વરૂપે જ મૂકવામાં આવશે. આ અંતિમ સંસ્કાર કરોડો ભાવિકો બીએપીએસની વેબસાઈટ http://www.baps.org/ પરથી લાઈવ જોઈ શકશે. તેમજ કોઈ પણ હરિભક્તો દર્શન કર્યા વિના રહી ન જાય તે માટે દરેક ભક્તો માટે કતારની વ્યવસ્થા ઉભી કરાશે. સાથે સાથે એલઇડી સ્ક્રીન પણ મૂકવામાં આવ્યા છે જેથી સૌને આ દર્શન સરળતાથી થઈ શકે.

English summary
Pramukh Swami sarangpur antim darshan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X