જામનગર: PM મોદીએમાં સિંહબાળને દૂધ પીવડાવ્યું, ગેંડાને ગાજર ખવડાવ્યા, જૂઓ વનતારાની અંદરનો VIDEO
હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી છે, અને આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર સ્થિતિ વનતારાની મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રીની વનતારામાં આવેલ વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાતનો વીડિયો હાલ સામે આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વનતારમાં આવેલા મંદિરે દર્શન કરીને હાથીઓ માટે બનાવેલ હોસ્પિટલની મલુાકાત લીધી હતી, હાથીઓના હોસ્પિટલી મુલાકાત બાદ તેમણે સિંહ સાથે પંજો મિલાવ્યો હતો.
આ મુલાકાતના વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રધાનમંત્રી વનતારામાં રાખવામાં આવેલા પ્રાણીઓને વ્હાલ કરી રહ્યા છે. સિંહ સાથે પંજો મિલાવ્યા બાદ તેઓ સિંહબાળ પાસે પહોંચ્યા હતા અને સિંહ બાળને દૂધ પીવડાવ્યું હતું. સિંહ બાળને દૂધ પીવડાવતા વીડિયો અને ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

જામનગર સ્થિતિ વનતારામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશરે 4 કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને જીપ્સીમાં બેસીને વનતારામાં રહેલા ચિતા, હાથ સહિતના અન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા.
પીએમ મોદીએ વનતારામાં અલગ અલગ સુવિધાઓની મુલાકાત કરી લીધી અને વન્યજીવ હોસ્પિટલમાં પણ ગયા હતા. તેમણે પશુ ચિકિત્સા સુવિધાઓ પણ જોઈ હતી. અહીં ઉલ્લેખનિય છે કે, જાનવરો માટે એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયૂ અને બીજી કેટલીય સુવિધા અહીં આવેલી છે.
વનતારામાં જાનવરો માટે વન્યજીવ એનેસ્થીસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એંડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક ચિકિત્સા સહિત કેટલાય વિભાગો આવેલા છે.
પોતાની વિઝિટમાં પીએમ મોદીએ એશિયન સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, ક્લાઉડેડ દીપડાના બચ્ચા સહિત કેટલાય જાનવરોને વ્હાલ કર્યો હતો. અહીં ખાસ વાત એ છે કે, આ તમામ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિના જાનવર છે.
વનતારામાં 2 હજારથી વધારે પ્રજાતિઓ અને 1.5 લાખથી વધારે રેસ્ક્યૂ કરાયેલા વિલુપ્ત થઈ રહેલા સંકટગ્રસ્ત જાનવરો રહે છે.












Click it and Unblock the Notifications
