
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ, કોરના મુદ્દે કરવામાં આવી કેબિનેટમાં ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળી હતી. સામાન્ય રીતે દર બુધાવારે મળતી કેબિનેટની બેઠક સોમાવરે મળી હતી. ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમોમં કેબિનેટ મંત્રીઓ હાજર રહેવાના હોવાથી કેબિનટની બેઠક બુધવારની જગ્યાએ સોમવારે યોજવામાં આવી હતી. ભાજપના 32 જિલ્લાઓમાં વિસ્તારક યોજનાના ભાગ લેવા માટે તેમજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા હોવાથી કેબિનેટની બઠક સોમવારે કરવામાં આવી હતી.
કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોનાની સમિક્ષા કરવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોના વધી રહ્યો છે. તેને કાબૂમાં લેવા માટે માસ્ક પહેરવાનું રસીકરણ અભિયાન પર ભાર દેવાની વિવિધ પ્રિકોશનરી પગલા લેવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેની તૈયારીને લઇને મુખ્યમંત્રીએ માહિતી મેળવી હતી. તેમજ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષાથી લઇને તમામ પ્રકારની તૈયારીઓમાં કોઇ કમી ના રહી જાયે તેની માહિતી મેળવી હતી.
રાજ્ય સરકારના આગામી વિવિધ વિકાસ લક્ષી કામોની સમિક્ષા તેમજ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠેકમાં આજથી શરૂ થતા શૈક્ષણિ સત્રને લઇને ચર્ચા કરવામાં આવશે. ચોમાસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આ દમિયાન રાજ્ય સરકારની તૈાયરીની સમિક્ષા પણ કરવામાં આવી હતી.