ખાનગી સ્કૂલના સંચાલકોની DEO-DPO સાથે બેઠક

Subscribe to Oneindia News

રાજ્ય સરકારે ફી નિર્ધારણ બીલ વિધાનસભામાં પસાર કર્યો હતો. ગવર્નરે પણ બીલ મોહર મારી હતી. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બિલના સંદર્ભે નિયમો જાહેર કર્યા હતા. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યના તમામ DEO-DPOની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ફી અંગેના નિયમોની ઝીણવટ પૂર્વક સમજ આપવામાં આવી હતી. અને DEO-DPOને પોતપોતાના જિલ્લાના સંચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજણ આપવા તાકીદ કરાઈ હતી.

bhupendra

આજે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં જિલ્લાની તમામ ખાનગી સ્કૂલોના સંચાલકો સાથે DEO-DPO બેઠક યોજી છે. જેમાં આ સંચાલકોને ફી નિયમન કાયદાની વિવિધ મહત્વની જોગવાઈઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લામાં DEO-DPO બેઠક કરશે. રાજ્ય સરકાર દ્વારા ઝોન પ્રમાણે કમિટીની પણ રચના થઈ ચૂકી છે. જેથી સંચાલકો પણ પોતાની સ્કૂલ ફીનું સ્ટ્રક્ચર તૈયાર કરવાની દોડધામ કરી રહ્યાં છે.

જો કે DEO અને સંચાલકો વચ્ચે યોજેયલ બેઠકમાં હોબાળો થયો હતો. ખાનગી શાળા સંચાલકોએ ચાલુ બેઠકમાં હોબળો મચાવી મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. અને બિલથી ગભરાયેલા સંચાલકોએ મીડિયાના કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો. જો કે ખાનગી શાળામાં સંચાલકોએ મીડિયાની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો. નોંધનીય છે કે સરકારના આ નવા નિયમોથી અનેક ખાનગી શાળાઓને અણગમો અને રોષ છે.

English summary
Private school and Education department held meeting of school fee issue. Read more on it.
Please Wait while comments are loading...