વિધાનસભામાં 11 ધારસભ્યોએ સંસ્કૃતમા શપથ લીધા, 2 સભ્યોએ હિન્દીમાં
ગુજરાત વિધાનસભાની 181 જેટલા ધારાસબ્યોએ શપથ લીધા હતા. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમના મંત્રી મંડળે પણ શપથ લીધા હતા. જેમા 11 ધારાસબ્યોએ સંસ્કૃકમાં શપથ લીધા હતા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી. જેમાં પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વર્ણી કરી હતી અને સવારે 10:00 કલાકે રાજભવન ખાતે પ્રોટેમ સ્પીકર તરીકે ના શપથ લીધા હતા અને બપોરે 12 કલાકે ગુજરાત વિધાનસભા ગૃહમાં સભ્યોની શપથવિધિ યોજાઈ હતી જેમાં કુલ 11 જેટલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા.

3 ભાષા ના આપ્યા હતક વિકલ્પ
ગુજરાત વિધાનસભા ગૃહના ધારાસભ્યના સપથવિધિ દરમિયાન પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે ધારાસભ્યની શપથવિધિ શરૂ થાય તે પહેલા ત્રણ ભાષાના વિકલ્પ આપ્યા હતા જેમાં ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ભાષામાં શપથ લેવાના વિકલ્પ આપ્યા હતા જે અંતર્ગત કુલ 11 જેટલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા જ્યારે બે ધારાસભ્યોએ હિન્દી ભાષામાં શપથ લીધા હતા.
ક્યાં સભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા
કુબેર ડીંડોર સંતરામપુર
અનિરુદ્ધ દવે માંડવી
દર્શીતા શાહ રાજકોટ પશ્ચિમ
દર્શના દેશમુખ નાંદોદ
અનિકેત ઠાકર પાલનપુર
કિરીટ પટેલ(KK) ઊંઝા
અમિત ઠાકર વેજલપુર
અર્જુન મોઢવાડીયા પોરબંદર
પ્રધુમાન વાંજા કોડીનાર
શભૂપ્રસાડ ટૂંડિયા ગઢડા
કનૈયા કિશોર : દાહોદ
હિન્દીમાં શપથ લેનાર ધારાસભ્ય
- દિનેશસિંહ કુશવાહ બાપુનગર
- પુણેસ મોદી સુરત પશ્ચિમ
2 ધારાસભ્યોએ માતાજીને યાદ કર્યા
ગુજરાત વિધાનસભાની ધારાસભ્યોને શપથવિધિમાં બે ધારાસભ્યોએ શપથવિધિ બાદ વિધાનસભા ગૃહમાં માતાજીને યાદ કર્યા હતા જેમાં મોહન ઢોડીયાએ શપથવિધિ બાદ જય માતાજી નો નારો લગાવ્યો હતો અને જેઠા ભરવાડ એ શપથવિધિ બાદ જય ખોડીયાર તરીકે નારો લગાવીને શપથ પૂરા કર્યા હતા. જ્યારે કલોલ ના ધારાસભ્ય ફતેસિંહ વખતસિંહ ચૌહાણ, જંબુસર ડી.કે.સ્વામીએ રામ ના નામ સાથે શપથ લીધા હતા.












Click it and Unblock the Notifications
