For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષના બજેટમાં ૩ થી ૬ વર્ષનાં બાળકોને સુખડીનું વિતરણ કરવા કરવામાં આવશે

સગર્ભા મહિલાઓ બાળકો ધાત્રી માતાઓને પુરતા પ્રમાણાં પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ યોજનાની જાહેતાર બેજટ સત્રમાં કરી હતી. જે અંતર્ગત સગર્ભા માતાઓને 1000 દિવસ સુધી પોષણ ક્ષણ ખોરાક તેમના ઘર સુધી પહોચડવામાં આ

|
Google Oneindia Gujarati News

સગર્ભા મહિલાઓ બાળકો ધાત્રી માતાઓને પુરતા પ્રમાણાં પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ યોજનાની જાહેતાર બેજટ સત્રમાં કરી હતી. જે અંતર્ગત સગર્ભા માતાઓને 1000 દિવસ સુધી પોષણ ક્ષણ ખોરાક તેમના ઘર સુધી પહોચડવામાં આવશે.

Bhupendra Patel

ખાસ કરીને એવી માતા અને બાળકો જેમને પોષણની ખૂબ જરૂર છે અને એટલા માટે જ કુપોષણ સામે લડવા, ભારત સરકાર દ્વારા SND- The Supplementary Nutrition Program હેઠળ બાળ વિકાસ સેવાઓ (Integrated Child Development Scheme- ICDS) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત પૌષ્ટિક ભોજન ઘરે બેઠા ઉપલબ્ધ કરાવતી ટેક હોમ રાશન સ્કીમનો લાભ લાખો જરૂરિયાતમંદ લાભાર્થીઓ લઇ રહ્યા છે.

કોરોના જેવી મહામારી સમયે પણ મહિલાઓને ભાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ પ્રકારના રોગચાળા દરમિયાન, સ્થાનિક રીતે ઉત્પાદિત તાજો ખોરાક ઉપલબ્ધ ન થવાથી લાખો લોકો કુપોષણનો ભોગ બને છે. ટેક હોમ રાશન, આ પોષણ તફાવતને સંબોધવાનો સેતુ બની રહ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના સતત માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ માટે કુલ રૂ. ૪,૯૭૬ કરોડ એટલે ૪૨ ટકાની

મહિલાની સગર્ભાવસ્થાથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે. જેથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરેલ છે. તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રો-ન્યુટ્રીએન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે આવતા પાંચ વર્ષમાં રૂ. ૪ હજાર કરોડના ખર્ચે અમલી થનાર 'સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના' દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવશે.

આમ ટેક હોમ રાશન યોજના તેના લક્ષ્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે પૂરતા બજેટની ફાળવણી કરવામાં આવી છે. તે વ્યૂહાત્મક ફેરફારો સાથે, તે ભારતના સૌથી વધુ જરૂરિયાતમંદ નાગરિકો માટે પોષણ સુરક્ષા પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યું છે.

English summary
Provision of Rs. 1059 crore for take home ration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X