For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા મૂકાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 સપ્ટેમ્બર : ભારતની આઝાડી માટે જેમણે તન, મન અને ધનનું બલિદાન આપી હજારો અવરોધો વચ્ચે અંગ્રજોના ઘરમાં તેમની સામે સ્વતંત્ર ભારત માટેની લડતનું વિકટ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું હતું તેવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા લંડન ખાતેના ઈન્ડિયા હાઉસ ખાતે મૂકવામાં આવશે એવા અહેવાલો પ્રાપ્ત થયા છે.

ગુજરાતમાં આવેલા સૌથી મોટા જિલ્લા કચ્છના માન ગણાતા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને પરિણામની અપેક્ષાઓ વિના આઝાદી માટેની લડત લડી હતી. તેમણે કચ્છની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડ્યા વિના આ કાર્ય કરી બતાવ્યું હતું.

shyamji-krishna-verma-india-house-london

પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના માંડવીના મસ્કા ગામના મૂળ વતની છે. તેમણે અંગ્રેજો સામેની આ લડાઈ માંડવી બંદરેથી શરૂ કરી હતી અને જીનિવાના બંદરે તેને વિરામ આપ્યો હતો.
દેશ અંગ્રેજોની માનસિકતામાંથી આઝાદ બને તે દિશામાં અંગ્રેજી હકુમતને તેમની જ છાતી પર પ્રજાસત્તાક સ્વતંત્ર ભારત માટે નિ:સ્વાર્થ સંઘર્ષ કરનારા શ્યામજી, સરદારસીંહ રાણા, મેડમ કામા સહિતની ગુજરાતની ત્રિપુટીએ લંડનમાં ઈન્ડીયા હાઉસનું નિર્માણ કરી અને ક્રાંતિની પ્રવૃતિથી અંગ્રેજ હકુમતના પાયા હચમચવી દીધા હતા.

કચ્છી ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે સ્થાપિત કરાશે. આ અંગેની વાત 26મી ઓગષ્ટે ગાંધીનગરમાં રાજયમંત્રી તારાચંદ છેડા અને પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરે ગુજરાત ઈતિહાસ સંશોંધન કેન્દ્રના સ્થાપક પ્રમુખ અને જાણીતા ઈતિહાસકાર લેખક, વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડયાની સાથે કરી હતી.

English summary
Shyamji Krishna Varma's statue will be placed at India House in London.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X