For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખભે થેલો લટકાવી, રાહુલ ગાંધી વહેલી સવારે પહોંચ્યા ગુજરાત

રાહુલ ગાંધી નવસર્જન યાત્રા હેઠળના તેમના ત્રિદિવસીય કાર્યક્રમ માટે ગુજરાત આવી પહોંચ્યા છે. જો કે વહેલી સવારે કાળી બેગ સાથે રાહુલ ગાંધી દેખાતા લોકોના મનમાં બેગને લઇને ચર્ચા શરૂ થઇ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમની #Navsarjanyatra કરવાના છે. આ માટે વહેલી સવારે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. સૌથી નવાઇની વાત એ હતી કે રાહુલ ગાંધી કાળા રંગની એક બેગ ખભે લટકાવીને એરપોર્ટ પર કોંગ્રેસી નેતાઓ સાથે જોવા મળ્યા હતા. આમ તો નેતાઓની તમામ વસ્તુઓ પકડવા માટે આસપાસ તેમના ખાસ લોકો હોય જ છે. ત્યારે આ બેગમાં તેવું તો ખાસ શું હતું કે રાહુલ ગાંધીએ આ બેગ કોઇને ના આપી? અને પોતે જ ઉપાડેલી રાખી?

rahul gandhi

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી તેમની આ ત્રણ દિવસની નવસર્જનયાત્રામાં જંબુસર, ભરૂચ, અંકલેશ્વર, માંડવી અને વ્યારાની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિસ્તારો આદિવાસી વિસ્તારો છે. જેમાં કોંગ્રેસની પકડ પહેલાથી સારી છે. આદિવાસી લોકો કોંગ્રેસની જૂની વોટ બેંક છે અને આ વોટબેંકમાં ફરી પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી આ મુલાકાત કરી રહ્યા છે. વધુમાં આ ત્રણ દિવસની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલને મળે તેવી સંભાવના છે અને આ બન્ને નેતાઓ કોંગ્રેસમાં જોડવા માટે પ્રયાસ કરે તેવી પણ સંભાવનાઓ હાલ પ્રબળ છે.

English summary
Rahul Gandhi arrive at Gujarat for Navsarjan Yatra : His Black Beg create curiosity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X