રાહુલ ગાંધી આજે બીજા દિવસે કરશે કોર્નર મિટિંગ

Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. આજના દિવસે મોટા ભાગે તેમની કોર્નર મિટિંગો યોજાશે. સાથે જ રાહુલ ગાંધી દાંતા બનાસકાંઠાના સંનિષ્ઠ કોંગ્રેસી ઇર્શાદ બેગ મિર્ઝાના નિધનનો શોક વ્યક્ત કરવા જશે. અને અમદાવાદ ખાતે રહેતા મિર્ઝાના પરિવારજનોને સાંત્વના પાઠવશે. ત્યાર બાદ 9-30 વાગ્યે કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીના નિવાસ સ્થાને જશે અને મધુસુદન મિસ્ત્રીના પુત્રના નિધનની સાંત્વના પાઠવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી સેક્ટર-18માં માધવસિંહ સોલંકીના નિવાસસ્થાને જઈને તેમના ખબર અંતર પૂછશે.

Rahul gandhi

11-15 AM દહેગામ ખાતે સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપીને ચૂંટણીપ્રચારનો આરંભ કરશે

12-10 PM અરવલ્લીનાં બાયડ ખાતે કોર્નર મિટીંગ યોજશે.

1:05 PM બાયડનાં સાંતભા ખાતે સ્વાગત કરવામાં આવશે.

2-10 PM લુણાવાડામાં કોર્નર મિટીંગ યોજશે.

3-15 PM સંતરામપુરમાં કોર્નર મિટીંગમાં હાજરી આપશે અને પછી સાંજે 4 વાગ્યે રાહુલ ગાંધીના મારગડા ચોકડી ખાતે સ્વાગત તેમજ સંબંધોન કાર્યક્રમનું આયોજન છે.
4-50 PM દાહોદનાં મવુડા ચોકડી ખાતે કોર્નર મિટીગમાં હાજરી આપશે.

ત્યાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ 25 તારીખની રાત્રે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે

English summary
Rahul Gandhi in Gujarat, Read here his 2nd day plan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.